Quotes by YATIN VACHHANI in Bitesapp read free

YATIN VACHHANI

YATIN VACHHANI

@yatinvachhani8263


બે કિલોની જિંદગી આપણી ને બે મણનો બોજ,
લાત મારીને દુઃખને ચાલ કરીએ સુખની ખોજ !!

એક જ વિષય પર પચ્ચીસ વર્ષ સુધી ઝઘડી શકાય,
અને સુધર્યા વગર સાથે જીવી શકાય એનું નામ સુખી લગ્નજીવન !!
??????

એમના દિલમાં ઘણુબધું હોય છે,
જેના ખિસ્સામાં કંઈ નથી હોતું !!

આજકાલ રાતના અંધકારમાં પણ હું જાગું છું,
જાગતી આંખે પણ હું બસ તને જ માંગુ છું !!

હાથમાં બસ તારો હાથ હોય,
તો જિંદગીની બધી મંઝીલ મારે હાથ હોય !!

વિખેરાઈ જઈને પણ નવી શરૂઆત થઇ શકે છે,
મૌન ધારણ કરીને પણ પ્રેમની વાત થઇ શકે છે !!

જે બીજાને મળતા જ તમને ભૂલી જાય,
એ ખરેખર તમારા હોતા જ નથી સાહેબ !!

જરૂરી નથી બધા સંબંધોનો અંત ઝઘડો જ હોય,
કેટલાક સંબંધો કોઈની ખુશી માટે પણ છોડવા પડતા હોય છે !!

*દુનિયા આખી તમારી સામે ઝૂકે*
*એવી તાકાત ભગવાન પાસે કયારેય ન* *માંગશો...*

*પરંતુ દુનિયા ની કોઈ તાકાત તમને ઝુકાવી ન શકે એવી પ્રભુ પાસે માગણી કરો....!!*

*જય માતાજી*
ગુડ મોંર્નિંગ

Read More