Quotes by યશ. in Bitesapp read free

યશ.

યશ.

@yashpanchal9133
(10)

હીરા બા
હી- હિમાલય જેવી અડગતા
રા- રત્નાકરની જેમ અવિરત
બા- બાપ જેવી છાયા
-યશ.

આંખ..નયન..
આમ પર્યાય તો એકજ, કોઈ ઉઘાડે તો આંખ, કોઈ થી મળે તો નયન,

-યશ.

મિલન,એકલતા, યાદ, ખુશી, દુ:ખ આ બધાં પણ ભીનાશ ના જ પર્યાય છે...દરેક નું ઉદગમ જ આંખો છે...
#ભીનું

શું શોધે છે ઘેલો થઈ આ બહાર ની દુનિયા માં,
જ્યારે રાહ જુવે છે ઘુઘવતો દરિયો તારાં અંતરમાં..

✍🏻.. શ્વેશ

પુસ્તક પણ કેવું અજીબ છે,
પોતે નિર્જીવ રહીને બીજા મા જીવ રેડી દે છે

✍🏻....શ્વેશ

ના લગાવીશ તું આગ નફરતની,
અંતે બળશે પણ તું અને રાખ પણ તારી જ થશે

✍🏻...શ્વેશ

શોધું છું હું મારી જાતને,
ક્યાં ખોવાઇ છે?
ભાળ મળી છે આજ,
કે તારા માં જ સંતાઈ છે.

✍🏻શ્વેશ...

છુટ્ટા હતાં મોતી ઘરના બજાર માં,
બજાર બંધ થયું ને પરોવાઈ ગયા પરિવાર મા.

ડૉક્ટર, હતી
સાહેબ
"ઇલાજ"
તો થવાનો
જ હતો
અમારો

આ રાત પણ કેવા સ્વપ્ન આપે છે..
જે કદી મળવાનાં નથી એમની સાથે મિલન ની તક આપે છે