Quotes by Yashpalsinh chudasama in Bitesapp read free

Yashpalsinh chudasama

Yashpalsinh chudasama

@yashpalsinhchudasama4669


*✍...સોનાનો ભાવ"* ઓછો થયો, એનુ રોજ ધ્યાન રાખે છે લોકો,પરંતુ,*"કુટુંબ પ્રત્યેનો ભાવ"* કેટલો ઘટયો એનુ ધ્યાન કોણ રાખે છે....!!!
*જીવન ખૂબ સુંદર છે*
*એક બીજા ને સમજી ને લગાવ રાખો.*...

Read More

આપણી માતૃભાષા ગુજરાતીને વંદન કરતું પિનાકીન ઠાકોરની કોમળ કલમથી લખાયેલ એક ખુબ જ સુંદર મુક્તક ગુજરાતી સાહિત્યમાં સોનેરી અક્ષરે અમર થઇ ગયું. જેમાં લાગણીઓનાં જળ વડે; જેમાં લાગણીઓ જેવી કે સંવેદના, આસ્થા, દેશપ્રેમ, ભાષાપ્રેમ અને ભાઈચારો જેવા પાંચ લાગણીશીલ પંચામૃત વડે માતૃભાષાને પલાળવાની વાત કરે છે. પવિત્ર શબ્દોને ચંદન સાથે સરખાવી કવિ માતૃભાષાની મૂર્તિને ધાર્મિકભાવથી પ્રયોજતા કહે છે કે ચંદનરૂપી શબ્દોને કાગળ પર ઘસીને માતૃભાષાને શણગારું છું. પુષ્પોસમા સહજ ખિલખિલતાં અને મહેંકતા બે ગઝલ બે કવિતાનાં ફૂલહાર અર્પણ કરીને માતૃભાષાને ગુજરાતી સંસ્કારથી મા ગુર્જરીને અમૂલ્ય મુક્તક ભેટ આપે છે.

?લાગણીનાં જળ વડે મર્દન કરું છું,
?શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું,
?બે ગઝલ બે કવિતાના પુષ્પો અર્પણ કરી,
?પ્રથમ માતૃભાષાને વંદન કરું છું.
_પિનાકીન ઠાકોર

Read More

ભાષા એટલે વિચારો નો પહેરવેશ✍️

માતૃભાષા ગૌરવ દિવસ- ૨૧ ફેબ્રુઆરી

લક્ષ નિર્ધારઃ

સ્વામી વિવેકાનંદના મતે વ્યકિતનો ખરેખર જન્મ લક્ષની સાથે જ થાય છે. તેઓ કહેતા હતા કે, ‘‘જેના જીવનમાં લક્ષ નથી એ તો રમતીગાતી,હસતીબોલતી લાશ જ છે.’’ જયારે વ્યકિત પોતાના જીવનના વિશિષ્ટ લક્ષને ઓળખી શકતો નથી ત્યાં સુધી તો એનું જીવન વ્યર્થ જ છે. યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું છે એનો નિર્ણય કરવો જોઈએ. આપણે બાળપણથી જ શું બનવું છે તેનો વિચાર કરતાં કરતાં પોતાની જાતે કારકિર્દીના મર્યાદિત વિકલ્પોમાં ઘેરી લે છે અને જીવનમાં કરવા યોગ્ય બાબતોનો વિચાર જ નથી કરતા, કરવા યોગ્ય વિચાર કરશે તો બનવાનું તો પોતાની મેળે જ બનીને રહેશે.આમ, લક્ષ નિર્ધાર જ જીવન કર્મ છે. એના આધારે આજીવિકા મેળવવાનું સ્વાભાવિક રીતે જ નિશ્વિત બની જશે.
- સ્વામી વિવેકાનંદ

Read More

જ્યારે પણ નિરાશ થાવ, આત્મવિશ્વાસ નબળો પડે ત્યારે આં પંક્તિઓ વાગોળ્યા કરજો. જરૂર તમારામાં નવો જોમ પેદા કરી દેશે.
*#પ્રારબ્ધને_અહીંયાં_ગાંઠે_કોણ_ ?*

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.

ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે

ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં

હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
?નરેન્દ્ર મોદી સાહેબ?

Read More

"એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”

અખાના છપ્પામાં સમાજમાં રહેલ આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. "એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ" જેવા છપ્પાઓમાં અખો તે સમયે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને પોતાની ચાબખા જેવી વાણીના સપાટામાં લેતો જોવા મળે છે.

“અંધ સસરો ને શણગટ વહુ, કથા સુણવા ચાલ્યું સૌ.”

અખાના છપ્પામાંથી

Read More