Quotes by Yashpal Bhalaiya in Bitesapp read free

Yashpal Bhalaiya

Yashpal Bhalaiya

@yashpalbhalaiya.404740
(52)

જેમ લગ્નને નહીં એમ પ્રણયને ય નહી
મારા મંજિલ માર્ગે સ્થાન કોઈને ય નહી
હવે તને ય નહીં ‘ને ખુદ મને ય નહી
રસ્તે રઝળતા કોઈ રાહબરને ય નહી
ભાટ, ભૂવા ‘ને એના પાદરીઓ જ નહી
આડો આવે જો ઈશ્વર તો એને ય નહી
અરે! આવે જો ખુદ મંજિલ મારગે મારા
વગર પ્રયત્ને હવે તો સ્થાન એને ય નહી
-યશપાલ

Read More

બહુ થયું !
હવે કોરોના કો રોના
-યશપાલ

કોરા રંગો લઈ નીકળી પડ્યા ચિતરવા હવાને
જ્યાં સ્વીકૃતી મારી ઉઘાડી નાદાનગીની
શી જરૂર આપની સાબીતીની ?
-યશપાલ

Read More

એ પડદાની પછવાળે નાટક ભજવતી રહી
‘ને હું પ્રેક્ષક પડદો બનીને જોતો રહ્યો
એ ક્યાંથી કબૂલે ? કે કોઈએ નાટક જોયું
આ તો હું પડદાને મારો રંગ યાદ હતો
-યશપાલ

Read More

તમસ હૃદયને સદાકાળ પ્રગટાવે
એવો અભયદીવો થઈ જાવું છે
મૂરઝાયેલી માનવતાને બાળે એવું
જ્વલંત ઈંધણ બની જાવું છે
ક્ષુધા તૃપ્ત કરતું સદાવ્રત નહીં તો
નાનો અમથો કોળિયો થઈ જાવું છે
લાચારીને લગામ આપી ફૂંકે તેજ
એવો દાહક તણખો બની જાવું છે
કોઈ વેરાન હાટનો કચરો કાઢે
એવું ઝાડુ અમથું થઈ જાવું છે
હવે વાટ મળે જો આ દિવાળીએ
દિપક નહી મારે દિવેલ થઈ જાવું છે
-યશપાલ

Read More