Quotes by Yash in Bitesapp read free

Yash

Yash

@yash9312


અજુગતું લાગ્યું પહેલી વાર
અનુભવ જ ન હતો એ અહેસાસનો
છતાં છેતરાવવું છે વધુ એક વાર
કારણ, મનમાં ગજબ વસવાટ થઈ ગયો એ શ્વાસનો..

-Yash

Read More

ઘણાં સમયે આજે વિના સહારે , વિના દબાવે શ્વાસ લીધો,
કદાચ જો ગઈકાલનો સથવારો છોડ્યો ન હોત,
તો આ રોમાંચથી પણ જીવનભર અળગો જ રહી જાત..

-Yash

Read More

શૃંગારરસનો ચાહક બનાવી મને તું
ચૂપચાપ ચાલી ગઈ ,
નવીન પ્રકારની લાગણી
આ શિથિલ હૈયે લગાવી ગઈ;
શબ્દવિહોણા થવાના આરે ઊભા આ અબુધને એ તો સમજાવ કે એના નાસમજ મનની સમજ બહારની આ તે કેવી રમત રમાડી ગઈ...

-Yash

Read More

સ્વમાનીઓનાં ટોળાં વચ્ચે હું ઢોંગી બની જીવી રહ્યો છું
કારણ કે તારા દ્વારા થતી મારી અવગણનાને , મેં મારી આદત જો બનાવી લીધી છે....

-Yash

Read More

‘પ્રેમ' શબ્દ કાને અથડાતાં જ તારું નામ હોઠે આવે
શું એ બંને સમાનાર્થી હશે કે વાસ્તવિકતા બનીને તું,
મને વાસ્તવિકતાથી વિરુદ્ધ દિશામાં લઈ જઈ રહી છે...?

-Yash

Read More

કોઈ તો પ્રેમને ચેપી રોગ જાહેર કરે
કારણ કે તેમના પ્રથમ સ્પર્શ પહેલા અમે પણ સુધબુધ ધરાવતા હતા....

-Yash