Quotes by Dr.Jaykishan Tolaramani in Bitesapp read free

Dr.Jaykishan Tolaramani

Dr.Jaykishan Tolaramani

@wxwxzpro5764.mb
(2)

Whatever I am today..
I am because of you..
Happy Teacher's Day...
To Great Teacher....

જિંદગી ને જીવ તું

જિંદગી ને જીવ તું , ના એના વિચાર કર
જે સમયે જે મળે, તેનો તું સ્વીકાર કર

પ્રસિદ્દ્દી,સતા,સફળતા છે સમય ના ગુલામ
છોડ ગુલામી સમય ની, સમય ને પડકાર કર

સ્નેહી,સગા ને સંબંધી છે સગાઈ સ્વાર્થ ની
કોણ પોતાનું છે કાયમ,તેનો તું હિસાબ કર

વિતશે તારો સમય આંખ ના ઝબકાર માં
ફકત કાગળ ને સમેટી તેનો ના બગાડ કર

મળ્યો છે આ દેહ તને લાખ ર્ચોયાશી ફરી
હવે આ જ દેહે મળે પ્રભુ એવો તું પ્રયાસ કર..

જિંદગી ને જીવ તું , ના એના વિચાર કર
જે સમયે જે મળે, તેનો તું સ્વીકાર કર....

ડો.જયકિશન તોલારામાણી

Read More
epost thumb

ખબર નથી કોઈ ને કાલ ની છતા સૌ કાલ માટે જીવે છે. કરી એક દિવસ ને રાત સૌ કાલ માટે જીવે છે.






ડો.જયકિશન તોલારામાણી

Read More