Quotes by JAY RANGANI in Bitesapp read free

JAY RANGANI

JAY RANGANI

@wrpyuyut5576.mb


બીજા બધા વધેલુ આપે છે.પણ વધેલુ પોતે રાખે એનું નામ "માં".

--મારા વિચાર,મારી અમાનત

સારું કામ કરવું સહેલું છે.પણ તે કામ ને છુપાવવુ બહુ અઘરુ છે સાહેબ.
--મારા વિચાર,મારી અમાનત.

પૈસો ધંધાથી નથી કમાવાતો સાહેબ! એ તો સ્વભાવ થી મેળવાય છે. --મારા વિચાર મારી અમાનત

નાનકડી નાવડી મારી........

નાનકડી નાવડી મારી, નાનકડી નાવડી રે;
તેને પાર ઉતાર વા'લા,ભવસાગર નાં જળ થી રે.

દરિયો અગાધ જોઈને હું તો, અંતર થી ગભરાણો રે;
શું થાશે મારું હવે,ક્યારે પાર ઉતરાશે રે.
નાનકડી નાવડી મારી...

ઊંડો વિચાર કરીને મેં લીધા હલેસા હાથમાં રે;
હંકારુ છું નાવડી મારી,પે'લે કાંઠે પોચવા રે.
નાનકડી નાવડી મારી...

થોડીક આગળ વધે નાવડી, આવે મોજું મોટું રે;
તણાય નાવડી મારી તે તો,જાય પાછળ જાજી રે.
નાનકડી નાવડી મારી...

થોડીવારે સુસવાટા મારે,વાયરા પવનના રે;
છતાંય હલેસા મારું હું તો,વધારવા નાવડી આગળ રે.
નાનકડી નાવડી મારી...

વિઘ્ન વિઘ્ન વિઘ્ન થી,હવે હું તો હાર્યો રે;
'દાસ રંગા' કહે ઉગાર સ્વામી,નાવિક બની મારો રે.
નાનકડી નાવડી મારી...

--મારા વિચાર,મારી અમાનત.

Read More

"હું" એક એવો માણસ છે,જેને પોતે માન આપતો નથી.પણ બીજા માન આપે એવી ખુબ જ ઈચ્છા રહે છે.

--મારા વિચાર, મારી અમાનત

સૌ ભણે,સૌ આગળ વધે.
ના ભાઈ ના
પૈસા વાળા ભણે,પૈસા વાળા જ આગળ વધે.

કડવું સત્ય છે.
ભારત માં હોશીયાર નહીં,
પૈસા વાળા જ ભણી શકે છે
--મારા વિચાર,મારી અમાનત

જીંદગી આખી ઈજ્જત મારે શાને કમાવવાની,
ઠાઠડી ઉપાડવા મળે ચાર ત્યાં સુધી જ કામ આવવાની
-- મારા વિચાર, મારી અમાનત

Read More