The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પત્નીના ગેરફાયદાઓનું લાંબું લિસ્ટ કદાચ કુંવારાઓ પાસે હશે, પરંતુ પત્ની હોવાના ફાયદાનું એનાથી પણ મોટું લિસ્ટ મારી પાસે છે... પળેપળ તમારી ચિંતા કરતી પત્ની, તમારા વાળમાં મીઠો હાથ ફેરવી વગર એલાર્મ તમને વહેલી સવારે વહાલથી જગાડતી પત્ની, એક તાજગીભર્યા સ્મિત સાથે રોજ સવારે આદુંવાળી ચા પાઈને તમારા દિવસને ઉઘાડ આપતી પત્ની, તમારું ગરમ નહાવાનું પાણી, તમારાં ઇસ્ત્રી ટાઇટ કપડાં, તમારા બૂટ, તમારો બ્રેકફાસ્ટ- લંચ ને ડીનર માટે રોબોર્ટની જેમ ચાર હાથે અવિરત કામ કરતી પત્ની, તમારા એક નાનકડા સ્મિતથી જેનો આખા દિવસનો થાક ઊતરી જાય છે એ પત્ની, સોસાયટીનું કોઈ પારકું બૈરંુ તમારી સામે વધુ સ્માઇલ આપે તો જાણે સરકારી જમીન પર દબાણ થતંુ હોય એમ શબ્દોનું બુલડોઝર લઈને બાઘવા જતી પત્ની, માત્ર ને માત્ર પતિને ખાતર ઘરની ચાર દીવાલોમાં પતી જનારી પત્ની, તમારા લીધે દૂધમાં સાકરની જેમ ઓગળીને પરિવારને મીઠાશ આપતી પત્ની. પત્ની એક શ્વાસ છે, વિશ્વાસ છે, અહેસાસ છે, એક પ્યાસ છે. પત્ની માટે એટલે જ તો કહેવાયું છે કે, 'કાર્યેષુ મંત્રી, શયનેષુ રંભા, ભોજનેષુ માતા' સ્ત્રી એક ખુશબૂની જેમ જગતના બાગને મઘમઘતો રાખે છે. આ પણ સનાતન સત્ય છે. સ્ત્રીને સમજવા અને પામવા માટે એને ભરપેટ દિલફાડીને પ્રેમ કરવો પડે એની આરપાર ઊતરવું પડે. માત્ર લેખ વાંચવાથી સ્ત્રી ન સમજાય... સર્વે સ્ત્રીઓ ને સમર્પિત જેમણે પુરુષો ને જન્મ આપવાની સાથે સાથે વ્યવસ્થિત જીવતા કર્યા...
તમે ક્યારેય દાળભાત ખાધેલી થાળીમાં છાસનું છાલિયું ઢોળીને પછી થાળી મોઢે માંડી છે ખરી..? એકવાર અખતરો કરજો; અમૃત પીતા હોય એવું લાગશે. ગુરુકુલ સંસ્થાઓમાં ભણેલા ભાઈબંધોએ આવા હબડકા ભરીને મોજ લીધી જ હશે. જમવામાં કેટલીક જુગલબંદી એવી છે, કે એમાંથી કંઈક નવો જ સ્વાદ ઊભો થાય. સ્વાદીયા જીવાત્માઓને કેટલીક ટીપ્સ આપું છુ, એના અખતરા અવશ્ય કરજો. ૧. બપોરના ભોજનમાં ગરમ રોટલીને ગરમ દાળમાં પલાળીને પછી ખાવી, ખાતા ખાતા પલાળેલી છેલ્લી રોટલી દાળભાત સાથે ચોળી નાંખવી અને એમાં આખી મેથીવાળા કેરીના અથાણામાથી એક ચમચી બોળો નાંખી ત્રણેય મીક્ષ કરી જમો; જામો પડી જશે....😄 ૨. ક્યારેક સાંજની વાળુમાં ગલકાંના રસાવાળા તીખા શાકમાં ભાખરી ચોળીને એમાં એકાદ બે ચમચી ખાટુ દહીં મેળવીને પછી ત્રિકોણીયા કોળીયા બનાવી જમવું. સાથે મોળી છાસ અને ગોળનો ગાંગડો રાખવો. પાકા સત્સંગી ના હોવ તો શાકમાં લસણની કળીયુ ધમકાવીને નાંખવી…ટેસડો પડી જશે…😄 ૩. સાંજની વાળુમાં બાજરાના કડક પોપડીવાળા ગરમ રોટલાની પોપડી ખોલી એમાં થોડુ માખણ ભરી દેવું અને શાકને બદલે કોબી, મરચા અને ટીંડોરાંના હળદરવાળા પીળા સંભારા સાથે રોટલો ખાવો અને ખૂબ ચાવીને ખાતા ખાતા મોઢામાં થોડીવાર મમળાવો અને પછી થોડુ ગરમ એવું મોળા દુધનો ઘૂંટડો ભરવો અને ગળે ઉતારવું; જોરદાર સ્વાદ આવશે...😄 ૪.સવારના નાસ્તામાં ક્યારેક સાંજની ટાઢી રોટલીનું છાસમાં બનાવેલું ખટુમરું શાક હોય તો એની સાથે તીખા રાયતા મરચા ખાવા; માસીયાય ભાઈ બહેન એકબીજાને લાડ કરતા હોય એવું લાગશે...😄 ૫. સવારમાં જો ચા સાથે ભાખરી ખાતા હોય તો ઘરનાને કહેવું કે મોણને બદલે દુધની મલાઈ નાંખી લોટ બાંધે અને અડધી ચમચી ઘીનો દોરો મારી ભાખરી શેકી આપે; બેકરીમાંથી તાઝા બિસ્કૂટ કાઢીને ખાતા હોય એવો સ્વાદ આવશે...😄 ૬. રવિવારની રજામાં બપોરે કાળા ચણાનું શાક હોય તો કઢીભાત બનાવડાવવા. ખાટી છાસની સફેદ કઢીમાં તીખી લીલી મરચીના ટૂંકડા નાંખવા અને ભાતમાં બદામની થોડી ચિપ્સ અને જીરું ઘીમાં સાંતળીને નાંખવું. એ દિવસે રોટલી ભૂલી જવી, ફક્ત કઢીભાતમાં ચણાનું શાક મીક્ષ કરીને ખાવું; ઈન્દ્રદેવના દરબારમાં જમતા હોય એવું સુખ આવશે...😄 ૭. ક્યારેક સવારના શિરામણમાં સાંજનો ટાઢો બાજરાનો રોટલો ખાટાં દહીંમાં ચોળીને માથે થોડુ લાલ મરચું વેરી પછી ખાવું; માલધારીના નેહડે જમતા હોય એવી મોજ આવશે…😀 ૮. ક્યારેક સાંજની ખીચડી વધી હોય તો સવારે થોડી વધારે ખાંડવાળુ ગળ્યું દુધ બનાવી એકદમ ઠરવા દેવું અને એ ગળ્યા દુધમાં ખીચડી ડુબાડી પછી પીવું અને ચાવતું જવુ; આમાં તો કેવો સ્વાદ આવે એની મારી પાસે ઉપમાં જ નથી...😄 આવુ તો ઘણુ બધુ છે; કેટલુંક લખવું..? કંટાળો આવે લખવાનો.... 😂😂😂 # સ્વાદડી જીભડી #
*HAPPY FRIENDSHIP DAY* Throughout our lives, we pass by countless people, make contact with thousands, and communicate with hundreds. We establish numerous relationships and forge new connections. Yet, the number of true friendships we form remains limited. Friendship is a gift from the divine! It is often said that pairs are made in heaven, and perhaps friendships are also preordained from above. Friendship deserves *F* aithfulness True friends are faithful, always standing by each other and remaining loyal through all circumstances. Friendship deserves *R* espect A friendship thrives on mutual respect, valuing each other's opinions, feelings, and differences. Friendship deserves *I* ntegrity Honesty and integrity form the foundation of a genuine friendship, where friends are truthful and trustworthy. Friendship deserves *E* mpathy Understanding and sharing each other's feelings is crucial in a friendship, fostering deep emotional connections. Friendship deserves *N* urturing Friendship requires nurturing, through care, support, and encouragement, helping each other grow and flourish. Friendship deserves *D* ependability Being reliable and dependable ensures that friends can count on each other during both good and challenging times. Friendship deserves *S* upport Offering support and encouragement, especially during tough times, strengthens the bond of friendship. Friendship deserves *H* appiness True friends bring joy and happiness into each other’s lives, sharing laughter and creating cherished memories. Friendship deserves *I* nspiration Friends inspire each other to be their best selves, motivating and uplifting one another. Friendship deserves *P* atience Patience is key in a friendship, understanding that everyone has their own pace and imperfections. Simply put, a friend is a friend—there's no comparison. *Friends are not problems; they are solutions.* Whether they are soft or firm, a friend is always there for you. *Those without friends age quickly, while those with friends remain forever young.* Friends never outgrow each other and do not let each other grow old. When mature or elderly friends come together, youth blossoms anew, and even childhood seems to speak. *Today, as we celebrate Friendship Day, I assure you of my side of friendship – No conditions – No calculations.* *Ashish Shah* https://www.matrubharti.com/book/19963190/successful-parenting-2
આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણતરી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ જડતો નથી. ઉદા. જુઓ : *ક ખ ગ ઘ ઙ* - આ પાંચના સમુહને *કંઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ. *ચ છ જ ઝ ઞ* - આ પાંચેય *તાલવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ. *ટ ઠ ડ ઢ ણ* - આ પાંચેય *મૂર્ધન્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ. *ત થ દ ધ ન* - આ પાંચના સમુહને *દંતવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ. *પ ફ બ ભ મ* - આ પાંચના સમુહને *ઔષ્ઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ. આટલો વૈજ્ઞાનિક એપ્રોચ છે દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં? આપણે આપણી ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ.
https://www.matrubharti.com/book/19907458/leadership-test-questionare
https://youtu.be/R-abByrhywY
https://www.matrubharti.com/book/19899489/make-a-difference-m-a-d
https://www.matrubharti.com/book/19898935/my-wife
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser