Quotes by Viral Panchal in Bitesapp read free

Viral Panchal

Viral Panchal

@viralpanchal8461


દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરુર મિલન સુધી,
મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી

ના ધરા સુધી, ના ગગન સુધી, નહિ ઊન્નતિ, ના પતન સુધી
અહિં આપણે તો જવું હતું, ફક્ત એક-મેક ના મન સુધી..

છે અજબ પ્રકારની ઝિંદગી, કહો એને પ્યારની ઝિંદગી,...
ના રહી શકાય જીવ્યા વિના, ના ટકી શકાય જીવન સુધી

તમે રાંકના છો રતન સમા, ન મળો અશ્રુઓ ધુળ માં,
જો અરજ કબૂલ હો આટલી, તો હ્રદયથી જાઓ નયન સુધી..

તમે રાજ-રાણી ના ચીર સમ, અમે રંક નારની ચૂંદડી,
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈયે કફન સુધી...

જો હ્રદયની આગ વધી ગની, તો ખુદ ઈશ્વરે જ ક્રુપા કરી,
કોઇ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી

— ગની દહિંવાલા —

Read More