Quotes by Vipul Kumar in Bitesapp read free

Vipul Kumar

Vipul Kumar

@vipulkumar8860


એ વાર્તા જે અધૂરી લખાઈ છે,

પૂર્ણ કરવા બોલો ખુશામત કેટલી ??

- કુમાર

એ દૂર રિસાણો છે આકાશમાં,


અમે કોઈ ની નથણી ને ચાંદ કહ્યો છે.


- કુમાર

ચા એટલે રોજ સવારે અધર ચુમતી માસુકા?.


- કુમાર❤️


(અહીં અધર - હોંઠ)

મધ દરિયે વિતાવેલી રાત છે તું,

ને વાતો વાતો માં ભૂલી પડાય એવી વાત છે તું,

આમ તો અઢળક હશે તારી ઓળખાણ

પણ મારા શબ્દોમાં કહીએ તો લાજવાબ છે તું.

- કુમાર❤

Read More

દસમુ ધોરણ


ત્યારે મોબાઈલમાં ઈન્ટરનેટ આવ્યું નહોતું. વાત 2007 ની છે. સાયબર કાફેમાં લાંબી લાઈન લાગેલું પરિણામ જોવા માટે. અને વારાફરતી પરિણામ જોવાતા જતા હતા. નામ અને સાથે કેટલા વિષયમાં નાપાસ એ સાયબર કાફે વાળો બોલે જતો હતો. એક રિઝલ્ટ જોવાના 50 રૂપિયા . ખુશીઓ અને દુઃખ વહેંચી રહ્યો હતો 50 રૂપિયામાં. ફૂલલી પાસ થનાર સામે તો પેંડાની લાલચે જોતો હતો.

હરોળમાં 4થા નમ્બરે ઉભેલો હું હૈયું બહાર ધબકાવી રહ્યો હતો. એટલા માં ક્યારે આગળ ના 3 જણનો વારો પતી ગયો ખબર જ ન પડી.


પાછળ લાંબી લાઈન હતી.
મને કહે જલ્દી નમ્બર બોલ બહુ ભીડ છે.

A....A....A.....A.....
બસ્સો ચાઅઅઅરરર આંઠ સો પાંચ...



કોમ્પ્યુટરની સ્ક્રીન સફેદ થયી ગયી અને અહીંયા ધબકારા ફાસ્ટ.

વાહ બહુ જોરદાર ટકા લાવ્યો છે ને ??
આટલો તો લોકો ને તાવ આવે..


એટલું બોલી ને પાછું ફરે ત્યાં તો હું ચોંધાર આંસુ એ રડી રહ્યો છું.

પેંડા નો લાલચી એક જ સેકન્ડમાં હેબતાઈ ગયો કે આને થયું શુ ?

જ્ઞાન આપવા લાગ્યો કે અત્યાર સુધી જોયેલા સૌથી વધુ ટકા છે.

પણ મને તો ત્યારે 100 પણ ઓછા પડવાના હતા એ ક્યાં ખબર એને !

બહુ લોકો ના સમજાવ્યા પછી માન્યું કે સારા જ છે.
આશા કરતા ઓછા પણ સાવ નીરસ થવાય એવા નહીં.

ધીમે ધીમે ઉંમર વધતી ગયી અને સમજાયું કે એ માર્કશીટ હવે ફક્ત જન્મ તારીખ નક્કી કરવા જ વપરાય છે.

એ માર્કશીટ પર ફક્ત 11માં ધોરણમાં પ્રવેશ મળે બાકી કાઈ મહત્ત્વ નથી એનું.


અને આગળ જતાં હું વધુ મહેનત કરી ને વર્ષ 2017 માં 19 સરકારી પરીક્ષા પાસ કરી.

હાલ બેંકમાં ઓફિસર તરીકે જોબ ચાલુ છે.


આ આટલી લાંબી કથા એટલા માટે કે જે વાલીને ને લાગે છે કે આ વર્ષે કાઈ ન કરી શક્યા તો જિંદગી માં કાઈ જ નહીં કરી શકે એવું સહેજ પણ નથી.


પોતાના બાળકો ને પ્રોત્સાહિત કરતા રહો.

સંઘર્ષ હજુ ઘણો છે.


- વિપુલ કુમાર

Read More