Quotes by Rock Vip's Mali in Bitesapp read free

Rock Vip's Mali

Rock Vip's Mali

@vipulkumar77


*સફલા એકાદશી*
પાવતી નગરીમાં મહિશ્માન નામનો એક રાજા હતો. એ રાજાના ચાર પુત્રો હતા. સૌથી મોટા પુત્રનું નામ ‘લુમ્પક’ હતું જે મહાપાપી હતો. તે હમેંશા ખરાબ કાર્યો જ કરતો હતો અને પિતાના ધનનો વ્યય કરવામાં વ્યસ્ત રહેતો હતો. તે હમેંશા સજજનોને ત્રાસ આપીને આનંદ મેળવતો હતો. જ્યારે આ વાતની રાજાને ખબર પડી તો તેમણે તેને રાજ્યમાંથી બહાર કરી દીધો ત્યારે લુમ્પકે પોતાના પિતાના રાજ્યમાં ચોરી કરવાનો નિર્ણય કરી લીધો.

તે દિવસે રાજ્ય બહાર રહેતો અને રાત્રે પિતાના નગરમાં આવીને ચોરી તેમજ અન્ય ખરાબ કાર્યો કરતો હતો. આમ તેણે પ્રજાને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું. પહેરોદારો તેને પકડતા હતા પણ રાજાનો પુત્ર હોવાના કારણે તેને છોડી દેતા હતા. જે વનમાં તે રહેતો હતો એ વનમાં એક જુનું પીપળાનું વૃક્ષ હતું તેની નીચે તે રહેતો હતો. તે એક દિવસે ઠંડીને કારણે બેભાન થઈ ગયો. બીજે દિવસે તડકો આવ્યો ત્યારે તેને ભાન આવ્યું. આ દિવસે અગિયારસ હતી. તે ખુબ થાકેલો હતો. તેણે આસપાસમાં જે ફળ ફૂલ મળ્યાં તે ખાઈને તેણે ચલાવી લીધું. આ રીતે અનાયાસે જ ઉપવાસ થયો. આમ અગિયારસના ઉપવાસને કારણે તેના પર પરમાત્માની કૃપા ઉતરી. તેના મનમાં સદવિચારો પ્રગટવા લાગ્યા. તેણે નિર્ધાર કરી લીધો કે તે હવે ખરાબ કૃત્યો નહિં કરે. સારા કામો કરશે. એટલું જ નહિં પોતાના પિતા પાસે જઈને પોતાના ગુનાનો એકરાર કરી લીધો અને માફી પણ માંગી.

પદ્મ પુરાણમાં કહેવાયું છે કે જે વ્યક્તિ માગશર મહિમાની વદ અગિયારસ કરશે તેને વાજયેય યજ્ઞ જેયલું ફળ મળશે. આ વ્રતના પ્રભાવથી અનેક જન્મોના પાપ કાર્યો નાશ પામશે. વ્યક્તિ મોક્ષનો અધિકારી બનશે.

શ્રીમદ ભગવદ્ગીતાના 11મા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાના વિરાટ સ્વરૂપના અર્જુનને દર્શન કરાવ્યા હતા. સફળા એકાદશીના દિવસે જે વ્યક્તિ ગીતાના આ અધ્યાયનો પાઠ કરે છે તેને કર્મયોગમાંથી છૂટકારો મળે છે તે વૈકુંઠમાં વાસ થાય છે.

Read More