Quotes by Vipul Koradiya in Bitesapp read free

Vipul Koradiya

Vipul Koradiya

@vipulkoradiya91gmail
(56)

તારા કરતા તો તારી યાદો વફાદાર નીકળી,
એ રોજે રોજ મને મળવા આવી તો જાય છે.
--- 'માનવ'



-Vipul Koradiya

કરવી એની કોને વાતો,
પીડા સાથે નીતનો નાતો.

સપના આવે કેમ કરીને ?
ઉજાગરા આંજેલી રાતો.

-- 'માનવ'

-Vipul Koradiya

પ્રેમ મારો મેં હવે માપી લીધો,

ને લાગણી ધબકતો તાર કાપી લીધો.
-'માનવ'






-Vipul Koradiya

દુવાઓ કોઈની ફળતી નથી વાત એ માનું નહિ,
છે કર્મ ઓછા તારા, ઈશ્વર હવે એવું બા'નું નહિ.

-- 'માનવ'

-Vipul Koradiya

એક મેળો ભરાયો મારી અંદર તારી યાદોનો,
જેમાં હું એકલો એકલો ભટકું છું;
કશીક અધૂરપને સાથે લઈને

'માનવ'

-Vipul Koradiya

Read More

આશ્વાસનો આવતા નથી હવે કોઈ કામમાં,

ઝીંદગી જ લથડાવે ત્યાં શી મજા જામમાં ?

-Vipul Koradiya

આ કેવું અકળ કળતર છે મારું,
આપ ઈશ્વર જે વળતર છે મારું.







-- કોરડિયા વિપુલ 'માનવ'

-Vipul Koradiya

શુ કોઈની યાદો આમ જ તડપાવતી હશે ?
હોય સાવ મુલાયમ સેજ તોય જગાવતી હશે.!

-- કોરડિયા વિપુલ 'માનવ'

-Vipul Koradiya

!

કડકડતી આ એકલતા વચ્ચે હૈયું ઝંખે કોઈ આપણું;
આગમન આતુર આંખોમાં ત્યાં લગ યાદોનું તાપણું.


- કોરડિયા વિપુલ 'માનવ'

Read More