Quotes by Vihad Raval in Bitesapp read free

Vihad Raval

Vihad Raval

@vihadraval5059


આમ વારંવાર DP જોયા ન કર શરમ આવે છે.❤️
કહેવું હોય તે કહી દે વસંત આવે છે.❤️

એક અનોખી વિહાની💁

‌૧૫૧ નો આંકડો આમ તો શુકનિયાળ ગણાય છે પણ નવમાં ધોરણમાં ભણતી વિહાની માટે તો કંઈક જુદુ જ લખાયેલું હતું. રોજેરોજ સંસ્કૃતના પિરીયડમાં સંસ્કૃતની જ નોટમાં પાને પાને ૧૫૧ વાર વિશ્વરાજ લખતી વિહાની આજે પકડાઇ ગઇ. દોઢડાહ્યા શશાંકે વિશ્વરાજ લખેલી આખી નોટબુક શ્રીજા મેમને આપી દીધી. વિહાની એ તો મેમ સામે કબૂલી પણ લીધું કે તેને વિશ્વરાજ ગમે છે એટલે લખ્યું છે. આ બાજુ વિશ્વરાજને તો રાત્રિનો ત્રીજો પ્રહર ચાલતો હતો એ તો છેલ્લી પાટલીએ ઘસઘસાટ ઊંઘતો હતો. પોતાનું નામ સાંભળીને એને એમ થયું કે એ ઊંઘતો ઝડપાઈ ગયો એટલે સફાળો ઊભો થઈ ગયો પણ જ્યારે આખી વાતની જાણ થઈ ત્યારે એને તો બગાસુ ખાતા પતાસુ મળ્યું હોય એવી લાગણી થઈ.વિહાનીની હાલત ખરાબ હતી. શ્રીજા મેમ એ બીજા દિવસે વિહાનીના મમ્મી પપ્પાને બોલાવી લાવવા કહ્યુ હતું. વિહાની નીડર હતી. પણ પોતાના મમ્મી પપ્પાને દુ:ખ પહોંચાડવા માંગતી ન હતી. તેણે માફી માંગી લીધી. વિહાની અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતી.વળી તેની નિખાલસતા શ્રીજા મેમને સ્પર્શી ગઈ તેમણે વિહાનીને માફ ફરી દીધી અને વિશ્વરાજ લખેલી નોટબુક ફાડીને કચરાટોપલીમાં નાખી દીધી.
ભવિષ્યમાં કાર્ડિયાક સર્જન બનવા માંગતી‌‌ વિહાનીને અત્યારે પોતાને જ કાર્ડિયાક સર્જન ની જરૂર પડી હતી. દિલના ટુકડા જો થયા હતા એ પણ પૂરા એકસો એકાવન .💔💔

Read More

એક નાની અમથી વાત...'કવર'
લો આજેય શીતલે ફોન ન ઉપાડ્યો. છેલ્લા ચાર દિવસ થી શીતલ ફોન ન હતી ઉપાડતી. કંઇ ખોટુ તો નહી લાગ યુ હોય ને ? અરે છેલે એનો દિકરો કૅનેડા જવાનો હતો ત્યારે તો મળેલા. જમી-પરવારી ને ખુશી ખુશી તો છૂટા પડયા હતા. અરે યાદ આવયુ કવર મા પૈસા તો મૂકયા હશે ને ? ભૂલી તો નહી ગઇ હોઉ ને? આમ તો કવર આપતી વખતે પણ છાને માને કવર મા જોવાની આદત હતી. ઘરને કહુ તો મારી જ ભૂલ કાઢે. મારા કામ મા ભલીવાર જ નથી. કઇ નહી માફી માગી લઇશ એમ વિચારીને મન મનાવ્યુ. ત્યા અચાનક બે દિવસ પછી શીતલ નો ફોન આવ્યો, મારાથી રહેવાયુ જ નહી , મે પુછી લીધુ...કવર મા પૈસા તો હતાને...અને એનો હાશ પમાડતો જવાબ....'અરે હા-હા કવર મા પૈસા હતા , અને ના હોતતો બીન્દાસ માગી લેત.

Read More

હુ અને મારી વાત..

કહ્યુ ઘણુ તોયે રોકાઇ નહી વાત
સમીર આયો પાસ ને લઇ ગયો વાત

હજી કાલ સુધી તો હસતી હતી વાત
સમીર આયો પાસ ને ઊડી ગઇ વાત

અહિથી તહી ને તહીથી અહી
ગલીએ ગલીએ ભટકતી વાત
સમીર ગયો છોડી અને રહી ગઇ વાત

થાકી હારીને જ્યારે પાછી આવી વાત
સૌએ સહર્ષ સ્વીકારી વાત.....

Read More