Quotes by Acharya Vidhi in Bitesapp read free

Acharya Vidhi

Acharya Vidhi

@vidhiacharyabarot28g


"ઉતાવળ હતી ચાંદને ડોકાઈ જવાની,
ને રાતનું કાજળ હજુ વિચારમાં લાગે છે,
આદત નથી સાંજને રોકાઈ જવાની,
ને શાંત આ ક્ષણ હજુ નિરાંતમાં લાગે છે..!"

Read More

"આશમાં...!"

"તણખલાની આશમાં તોફાની સમુદ્રમાં તણાતી રહી,
મૃગજળની આશમાં અફાટ રણમાં ભટકતી રહી,
પ્રેમની આશમાં શુષ્ક લાગણીઓમાં ખેંચાતી રહી,
તૃપ્તિની આશમાં તૃષામય કૂવામાં સિંચાતી રહી,
ઉજાસની આશમાં અંધકારની ગર્તામાં ધકેલાતી રહી,
મિલનની આશમાં વિરહની ક્ષણોમાં જીવતી રહી,
વાસ્તવિકતાની આશમાં કલ્પનામાં ખોવાતી રહી,
સુંવાળી દોસ્તીની આશમાં શત્રુતાની ઝાડીમાં ઘવાતી રહી,
એને પામવાની આશમાં પડછાયાની છાયામાં ઓઝપાતી રહી,
અને અંતે મોક્ષની આશમાં માયાની જાળમાં ફસાતી રહી...!"

Read More

"વરસો પછી એની સાથેની મુલાકાત....!"

"વિચારેલું કે,જ્યારે તું મળવા આવીશ ત્યારે બીજી બધી વાતો પછી કરીશું,
પહેલા તો તને મન ભરીને જોઈશ અને તને મારી બાહોમાં સમાવી લઈશ,
અને સાચે જ મને નિહાળીને એની આંખોમાં અજીબ ચમક આવી ગઈ,
અને અચાનક મને પોતાની બાહોમાં સમાવી દિધી.એણે એની આંખોની ભાષાથી કહ્યું ફરી મારા જીવનમાં આવવા માટે તારો ખૂબ ખૂબ આભાર.
આ સાંભળીને મારા અધીરા દિલે એના અધરોને ચૂમી લીધા,ને પછી તરત જ એને એકદમ કસીને આલિંગન આપતા મેં કહ્યું,તારું મારી જિંદગીમાં હોવું એ જ મારું જીવન....!"

Read More

"મારા જીવન જીવવાનું એકમાત્ર કારણ છે તું ,
રોકાઈ ગયેલા મારા સમયનું મારણ છે તું,

નથી ખબર મને કોઈ હાર કે જીતની,
પણ જીતવા માટે ઝાંઝવામાંથી જળ શોધું છું હું,

વાતો બનાવે છે આ દુનિયાના લોકો મારા શબ્દો પરથી આપણી,
એટલે જ તો રોજ રોજ તારૂં સરનામું શોધું છું હું,

દુનિયાદારીના બહાને કરી જુદાઈ તું ભલે ભુલાવે મને,
હું પણ છોડી બીજું બધું હવે મારી ઝંખનાનું મારણ શોધું છું.....!"

Read More

"એ જરાં સાંભળને,
તું ઘડીક આવ ને મારી પાસ,
થોડાં સ્મિતની આપ-લે કરવી છે મારે,
હાથની એ હરકતોને અનુભવવી છે મારે,
આંખોથી સ્પર્શ કરવો છે મારે,
શ્વાસોથી શ્વાસને ટકરાવા છે મારે,
આલિંગનો દ્વારા પ્રેમનો ધોધ વહાવવો છે મારે,
અધરોથી અધરોનું મિલન કરવું છે મારે,
પલકોને શરમથી ઝૂકાવવી છે મારે,
ચાહતના બીજને વાવવા છે મારે,
પ્રેમના એ અહેસાસથી ઉભરાવું છે મારે......!"

Read More