Quotes by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા in Bitesapp read free

વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા Matrubharti Verified

@vibhuradhuyahoocom1792
(43.7k)

તે ક્યારેય નજીકથી ચાંદ જોયો છે,
આવ મારી પાસે બેસ,
મારી આંખમાં દેખાડું તને.
- સ્પંદન

હૂં કાંઈ એક જ વાર પ્રેમમાં નથી પડ્યો,
જેટલી વાર તને જોઈ એટલી વાર પડ્યો છું.
- સ્પંદન

ડૂબવા મઝધારે શું જાવું,
બસ તું એકવાર સામે જોઇલે,
કોઈ એમ જ ગોતાખોર થઈ જાશે.
- સ્પંદન

ધ્યાન તારૂં તારે જ રાખવું પડશે,
કારણ મેં તને મારી જાતથી પણ વધુ ચાહી છે,
તું મારી છેલ્લી ચાહ છો.
- સ્પંદન

હૂં બીમાર છું તારા પ્રેમનો,
જે દરદની દવા તું છો.
- સ્પંદન

એ ચા પણ કેટલી સ્વાદિષ્ટ હશે,
કે જેમાં તું એલચી પણ મોઢેથી તોડીને નાખે છો.
- સ્પંદન

તું જરા આવ ઝરૂખે, તારા દીદાર કરી લઉં,
તારી ખુશ્બો, તારી આંખોના જામને માણી લઉં.
- સ્પંદન

ફરી આ જ જન્મ મળે,
ફરી એ જન્મમાં તું જ પ્રિયતમા,
તું જ જીવન સંગિની,
ને તું જ સર્વસ્વ.
- સ્પંદન

તારી સંગતમાં એકલા ફૂલો મુરઝાઈ જાય છે,
કારણ આખો બાગ તારા આવવાથી ખીલી ઊઠે છે.
- સ્પંદન

એક લટ મોકળી રાખીને પછી કાન પાછળ સંતાડી દે છો,
બસ આ જ રીતે મને તું હેરાન કરે છો.
- સ્પંદન