Quotes by Vasudev Barot in Bitesapp read free

Vasudev Barot

Vasudev Barot

@vhbarotgmailcom


જિંદગીને રંગમંચ ગણું,અભિનયકલાના સૌ છાત્ર છે.
ભજવતા અવનવા વેશ અહીં,બધાંય પાત્રો દંભ માત્ર છે.
.........................્્્વાસુદેવ બારોટ................
#માત્ર

Read More

પડેલો સિક્કો
રસ્તે જતો પાગલ
ગજવે ભરે.
.......વાસુદેવ બારોટ


#પાગલ

અતિથિની માફક મળે છે ખુશીઓ.
મુલાકાત લેતી રહે છે ખુશીઓ.
હવે તો ધરોબો છે દર્દોથી એવો,
સરસ મેળ છે હો!કહે છે ખુશીઓ.
..્.્.....્..્...્્્વાસુદેવ બારોટ
#મુલાકાત

Read More

કૃત્યો રહે અધમ,
ના ચાહું છું કરમ.

સાચી દિશામાં છે,
ડગમગ નથી કદમ.

આવી મળો મને,
ફરિયાદ છે સનમ.

દુનિયાના ધર્મ તો,
લાગે નરમ ગરમ.

લાયક બની શકું,
પામું તને પરમ.

મૂકી દે માળિયે,
આ ભેદ ને ભરમ.

પ્યારા તું પ્રિયતમ,
ક્યારે થશે નરમ?
.....વાસુદેવ બારોટ
#નરમ

Read More

જીવન સફરમાં ભીડ તું આવ-જાની ગણ,
ઓકાતમાં રહીને સોગાત ખુદાની ગણ.

ક્ષણો જે હાથમાંથી સરતી જવાની ગણ,
આ જિંદગી મળી છે એથી મજાની ગણ.

ઉગ્યાથી આથમી જવાની સફર સુધી,
તડકાને છાંયડાથી ભરપૂર કહાની ગણ

થોડુંક વર્તમાનમાં જીવતાં શીખું,
વીતી ગયેલા સમયની યાદો સજાની ગણ.

વૃક્ષો જીવંત છે એની સાબિતી જુઓ,
આવે વસંત પાનખર તે નિશાની ગણ.
……………………...વાસુદેવ બારોટ
#વસંત

Read More

મંઝિલ તરફ પગલું ભરો ચોક્કસ મળે,
થોડાક પ્રયત્નો પણ કરો ચોક્કસ મળે.

બાજી અણી પર હારની જીતી શકો,
સામા પ્રવાહે જો તરો ચોક્કસ મળે.

જરુરત રહે છે હૂંફની કાયમ અહીં,
ખોલીને હૈયું ઉચ્ચરો ચોક્કસ મળે.

બાંધ્યો ભૂખે મરતો રહે કહેવત ભલે,
જીવનનો અનુભવ છે ફરો ચોક્કસ મળે.

ચાહત કરો નિર્મળ રહી ભગવાનની,
લાલચ પ્રપંચોથી ડરો ચોક્કસ મળે.
...........................વાસુદેવ બારોટ


#પગલું

Read More

સ્વતંત્ર મિજાજની એમાં ટણી હોય છે.
વાતો ગઝલમાં ઘણી ઝીણી વણી હોય છે.

પ્રારંભ છે વાતનો સાંભળ જરા ધ્યાનથી,
કહેવાય એને જે પ્રત્યે લાગણી હોય છે.

છે એટલી તો ખબર કે કોઈ ના લઈ શકે,
જે હોય પીડા કે વ્યથા આપણી હોય છે.

સંબંધ સચવાય દિલથી એટલું સારું છે,
એથી વધારે ન કોઈ માંગણી હોય છે.

શબ્દોનો સંગાથ આપી ના શકે જો મજા,
ચોક્કસ છે એવી ગઝલ તો વાંઝણી હોય છે.

-----------//////////--//--//-વાસુદેવ બારોટ
#પ્રારંભ

Read More

સાવ કોરા બેઠા,
વાવ તળિયે બેઠા!

કાળમીંઢાં આગળ,
રાવ નાંખી બેઠા!

દૂર છે કિનારો,
નાવ કાંણી બેઠા!

એ રમત રમતા જે,
દાવ જાણી બેઠા!

જે મળે તે માણો,
લ્હાવ લેવા બેઠા!
............વાસુદેવ બારોટ

Read More

હનુમંતમાં મન રત ભજું ભગવંત
તું જ ધ્યાન ધરું ભવ તારણહારા.
સદા મમ નિકટ રહો ચહું બલવંત,
તું હી કરણ કારણ હે સર્જનહારા.
બહત રહત અવિરત મમ અંતરમાં
બજરંગ બલિ તણી ભક્તિ ધારા.
સ્મરું અહર્નિશ નમું હું નતમસ્તક
રટતાં રામ ને યાદ કરું પ્રભુ પ્યારા.
ગુંજારવ શો કર્ણપટે નાદ મહાવીરા,
મળ્યો મંત્ર નામ તણો અભયકારા.
વિકટ ઘડીમાં જો કદી કરું સ્મરણ,
તો તું હી ઉગારા,કેવલ તું હી ઉગારા.
.............................વાસુદેવ બારોટ

Read More