Quotes by Ankur Patel in Bitesapp read free

Ankur Patel

Ankur Patel

@veera0306


આનંદ - ગમ

એક તરફ પરીક્ષા પૂર્ણ થયા નો આનંદ,
તો બીજી તરફ હવે મિત્રોથી છુટા પડવાનો ગમ.

એક તરફ ઘરે જવાનો આનંદ,
તો બીજી તરફ હવે હોસ્ટેલથી છુટા પડવાનો ગમ.

એક તરફ ઘરની ચ્હા પીવાનો આનંદ,
તો બીજી તરફ હવે મિત્રો સાથે ચ્હા ન પી શકવાનો ગમ.

એક તરફ family સાથે vacation માણવાનો આનંદ,
તો બીજી તરફ હવે મિત્રો સાથે ના હરી-ફરી શકવાનો ગમ.

એક તરફ family ને મળવાનો આનંદ,
તો બીજી તરફ હવે મિત્રોથી છુટા પડવાનો ગમ.

એક તરફ family સાથે ઘણા સમયે મળ્યાનો આનંદ,
તો બીજી તરફ હવે મિત્રો સાથે ઘણા સમય સુધી મુલાકાત ન થઈ શકવાનો ગમ.

એક તરફ family સાથે જમવાનો આનંદ ,
તો બીજી તરફ હવે મિત્રો સાથે એક જ ટીફીનમાંથી ન જમી શકવાનો ગમ.

એક તરફ family સાથે પોતાના સપનાઓ share કરવાનો આનંદ,
તો બીજી તરફ હવે મિત્ર સાથે મળીને secret ના share કરી શકવાનો ગમ.

#KAVYOTSAV -2

Read More