Quotes by Vatsal Shah in Bitesapp read free

Vatsal Shah

Vatsal Shah

@vatsalshah9287


દેરી મંદિર શોધી લોકો નિરંતર ફર્યા કરે છે,,
રોજ રોજ સરનામું બદલી ઈશ્વર જાણે ફર્યા કરે છે...


રસ્તા જોયા વાહન જોયા વિચારીને પણ જોતા શીખ્યો,,
કોઇ નથી જંપીને બેઠું માણસ માત્ર ફર્યા કરે છે....


લિ. વત્સલ (વત્સુ)...

ગમે તો એક લાઇક ઠોકી દેજો...

Read More

????????
*એક રમતીયાળ કવિતા, ગમે તો કહો ગમી!- વત્સલ (વત્સુ)*
--------------------------------------
નથી રમાતી આઇસ-પાઇસ,કે
નથી રમાતો હવે થપ્પો,
એક બીલાડી જાડી હવે,
નથી પહેરતી સાડી,
બચપન આખું મોબાઇલ રમે.....

નથી કહેવાતી કોઇ વારતા,
નથી વેરાતાં બોખા વહાલ,
દાદા કરે ફેસબુક અને
દાદી યુ-ટ્યુબ માં ગુલતાન!
બચપન આખું મોબાઇલ રમે...

મમ્મી હવે ક્યાં રાંધે છે,
બાઇ ની રસોઇ નો છે સ્વાદ,
પપ્પા પણ સદાય ઘાંઘા થૈ,
આપે લાઇક અને આપે દાદ!
બચપન આખું મોબાઇલ રમે....

કન્યા વ્યસ્ત છે સેલ્ફી માં,
વરરાજા પણ બહુ વ્યસ્ત,
વિધી વિધાન ની ઐસીતૈસી,
સૌ સૌમાં છે બસ મસ્ત!
બચપન આખું મોબાઇલ રમે....

બધા કરે ગુટુર-ગુ હવે,
વોટ્સેપ ના સથવારે,
કવિઓ પણ જો ને ચઢી ગયા,
ફેસબુક ના રવાડે,
બચપન આખું મોબાઇલ રમે...

ડીજીટલ અમે હસીએ હવે,
ડીજીટલ અમારું રુદન,
લાગણી ઓ અંગુઠે વ્યક્ત થાય,
એવા થયા બધા સંબંધ!
બચપન આખું મોબાઇલ રમે...

પાંચ ઇંચ ના સ્ક્રીન માં
બધું સુખ જઇ ને સમાયું,
આ રમકડું આમ રમવામાં,
પોતીકું સ્વજન ભૂલાયું!
બચપન આખું મોબાઇલ રમે...

લોકો ભલે ને ગમે તે કહે,
અમને બહુ મજા આવે છે,
જબરું થયું હવે તો જગમાં,
માણસ કરતાં મોબાઇલ વધુ ફાવે છે!
બચપન આખું મોબાઇલ રમે....

*– વત્સલ શાહ(૨૬/૩/૧૯)*
? *સંવેદનાના ઝરણાઓ*?

Read More