Quotes by vastu healing foundation in Bitesapp read free

vastu healing foundation

vastu healing foundation

@vastuhealingfoundation6982
(1)

તારે ઉડવું નથી?
સમી સાંજ નો સમય, અંદાજે ત્રીસ એક વર્ષ ની ઉમર ના યુવાનો ઘર માં પ્રવેશ્યા, મેનેજર ની પોસ્ટ હોવી જોઈએ એવો અંદાજ લગાવી શકાય. ઘણા બધા પ્રશ્નો આંખો માં ! અલબત જે કામ માટે આવ્યા હતા તે શરૂ થયું. પ્રથમ અસલ ડૉક્યુમેન્ટ બતાવો જેમકે પાન કાર્ડ , ઇલેક્શન કાર્ડ , પાસપોર્ટ , વગેરે. બીજો પ્રશ્ન, બીજે ક્યાય લોન લીધી છે? લોન નું સ્ટેટસ શું છે? ઘર ભાડા નું છે કે પોતાનું ? આવા તો કઈક કેટલાય પ્રશ્નો ની ભરમાર . પહેલી વાર એવો અનુભવ થયો કે પ્રશ્નો ના પણ પર્વત હોય શકે અને કાગળો ના પણ ઢગલા થઈ શકે !
પ્રક્રિયા ની આ અટપટી રીત ઘરના દરેક સભ્યોની આંખો માં અણગમા ના ભાવ લાવી રહી હતી. જાણે કે એકસરે કરી ને ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય બધુ જાણવું જરૂરી જ હોય ! સભ્યો ના જવાબ આવ્યા વારંવાર શા માટે? સામે વળતો જવાબ, ઉપર થી આદેશ આવે છે. ઘરમાં ગણી ને પાંચ જ વ્યક્તિ હતા, પચાસ હોય તો પણ રહી શકે એટલું તો વિશાળ ઘર હતું. આવનાર યુવાનો ને ઘરડા દાદી ની નજર માં એક ઊંડી નિરાશા દેખાઈ પણ પ્રશ્ન પૂછે નહી કારણ કે એમને આપવામાં આવેલ ફરજ માં એ આવતું ન હતું. વિદેશ જવા માટે ઇચૂક યુવાન વધારે ઉત્સાહી હતો પણ એનો ઉત્સાહ અલગ હતો . માત્ર વિદેશ જવા પૂરતો નહીં . ફરજ ના ભાગ રૂપે પ્રશ્ન ની કાર્યવાહી પૂરી થઈ . વિદેશ જવા ઇચૂક યુવાને પૂછ્યું કેટલા દિવસ થશે? વળતો જવાબ, ચાર દિવસ. યુવાનો ને લાગ્યું ઘર છે છતાં ઘર નથી, પરિવાર છે છતાં કઈક ખૂટે છે. બંને ને અકળામણ ખૂબ થતી હતી. તેમને પણ આ ઘુંટાતું રહસ્ય જાણવું હતું. તેમણે એટલું તો નિરીક્ષણ કર્યું કે તે યુવાન ની દાદી કે તેની માતા કશું બોલતા ન હતા. માત્ર પુરુષ વર્ગ જવાબ આપતા હતા. તે લોકો ઊભા થયા અને પેલા દાદીએ પ્રશ્ન કર્યો, તમારે ઉડવું નથી? બંને યુવાનો ને જાણે કે રહસ્ય પર થી પડદો ખૂલી ગયો અને જવાબ મળી ગયો !
બંને યુવાનો નો જવાબ એકસાથે, ના, મારી મમ્મી ઘરે રાહ જોવે છે. 

#MoralStories

Read More