Quotes by Vasava Dilip in Bitesapp read free

Vasava Dilip

Vasava Dilip

@vasavadilip7670


શિક્ષણ પધ્ધતિ બદલો
બાળકો અને દેશનું ભવિષ્ય આપોઆપ બદલશે

* NCC તાલીમ ફરજિયાત કરો*
* રોજ એક પિરિયડ ફીટનેસ*
* એક પિરિયડ નર્સિંગ તાલીમ*
* એક પિરિયડ રસોઈ તાલીમ*
*એક વિષય ટેકનીકલ તાલીમ નો*
*જેમ કે*
સુથારીકામ
માટીકામ
પ્લમ્બીંગ
ઈલેકટ્રીશીયન
ખેતી/ કીચન ફાર્મીંગ
ઘરકામ

બધા ચોપડીની ગોખણપટ્ટીનું શિક્ષણ આપી આપણે શુ મેળવીએ છીએ?

લાંબા વાળવાળા માયકાંગલા છોકરાઓ
ને ટૂંકાવાળ વાળી અદોદળી છોકરીઓ

જે પોતાને સંભાળી ન શકે એ પોતાના મા બાપને કેમ સંભાળશે ?

શિક્ષા જ એવી આપો કે

બધા રાંધતા શીખે
બધા સફાઈ શીખે
બધા નૃત્ય શીખે
બધા ગાતા શીખે
બધા ખેતી શીખે
બધા ખડતલ પણ હોય
બધાને કારીગરી પણ આવડે
જરુર પડે હાથપગ તોડી પણ શકે અને પાટાપીંડી ય કરી શકે

જો આમ કરીશું તો
-પોતાનું કામ જાતે કરવાનું શીખી લેશે
-અન્ન અને પાણીનો બગાડ નહી કરવાનું જાતે શીખી લેશે
-આપ કમાઈથી જીવવાનું જાતે શીખી લેશે

આવડતનો આત્મવિશ્વાસ અને અનુભવનું શાણપણ ધરાવનાર બાળક કદી નિરાશ અને હતાશ નહી થાય.

અંગ્રેજો ને કાઢ્યા હવે ગુલામોનું ઉત્પાદન કરનારા કારખાના ય કાઢો.

તાલીમ બદલો દુનિયા બદલો.

*સાચું લાગે તો સાથ આપજો*
? ????

Read More