Quotes by Varsha Shah in Bitesapp read free

Varsha Shah

Varsha Shah

@varsha51


પીળા પાને વરસાદનાં ટીપાં
કેટલા ભ્રમ સાચવતાં રહ્યાં !
મોતીનીસુંદરતા,પારદર્શકતા
અનંતતાનો ભાસ મેળવતાં;
સૃષ્ટિજીવનનો ક્ષણ ક્ષણ
તાલમેલ સમજાવતાં રહ્યાં

--વર્ષા પ્રવીણ શાહ

Read More

જૂઇ ઉંચી થઇ જાણે તને આવકારે છે,
મેઘ !તારે કારણે ફુલ અઢળક ખીલાવે છે
--વર્ષા પ્રવીણ શાહ

મોસમી મિજાજ

ક્યાં હતાં આ વાદળાં ને ક્યાં હતું આ પાણી ?
વહેણ નિર્મળ શીતળતાનું કોણ લાવ્યું તાણી!

ગયો ઝૂરાપો પશુપક્ષીનો, લીલાશ ગઈ પથરાઈ,
તનમન ને આગણે ,છેડી મેઘે મલ્હારની વાણી !

--વર્ષા પ્રવીણ શાહ

Read More

શહીદ જવાનો ને 🙏

ન માનતા કે વિસરાશો તમે, ઓ વીરો !
જીવતર આપીને હ્રદયમાં જીવી જશો .
પરિવાર માત્ર નહીં, દેશના સાચા પ્રેમીઓ
આપે છે અશ્રુપૂર્ણ અંજલિ આ શહાદતને !

--વર્ષા પ્રવીણ શાહ

Read More

કહેવતમાં હાથીની પાછળ કૂતરાં ભસે
આજ તો ગધેડાની પાછળ કૂતરાં ભસતાં જોઈને
પ્રશ્ન થયો કૂતરાંની કિંમત ઘટી કે ગધેડાની કિંમત વધી ?😃

Read More

# mango

આજે મેંગોના એટલા મીઠા બાઇટ્સ મળ્યા કે
આવતી સિઝન સુધી એની મીઠાશ યાદ રહેશે.😋
આમે ય આર્દ્રા નક્ષત્ર બેસી ગયા પછી કેરી જૈન
ધર્મમાં વર્જ્ય છે. ગુજરાતમાં હવે અમુક જાતની
કેરીના વળતા પાણી ગણાય.કેરીના શોખીનો
હવે શોકાતુર!!!😭

--વર્ષા શાહ

Read More

પોતાની જાતને ન્યાય અપાવનાર વગર ડીગ્રીએ
વગર કોર્ટ ના પગથિયે ચઢનાર હું સફળ વકીલ છું😏
પણ અત અંતરાત્માના ચૂકાદા સામે નતમસ્તક
થઈ જાઉં છું.😔

--વર્ષા શાહ

Read More

# જોકર

નિર્દોષ રીતે હસતી અને હસાવતી વ્યક્તિ બધાનું પ્રિય પાત્ર બને છે અને આપણને પણ ક્યાંક ને ક્યાંક હળવી રમૂજ
રેલાવવી ગમે છે ત્યારે આપણે જોક કરનાર બનીએ જ છીએ. દિવસમાં થોડી આવી હળવી પળો તન અને મનના ટોનિક સમી બની રહે છે.

--વર્ષા શાહ

Read More

# Mindset

માઇન્ડ સેટ -અર્થાત વ્યક્તિ, પરિવાર, કે સમાજની માનસિક સ્થિતિ કહો કે વિચારધારા કહો એ નિર્માણ થવા પાછળ અનેક પરિબળો કામ કરતાં હોય છે.

એકાદ વ્યક્તિના વિચારવિશ્વ પર એના જન્માંતરના સંસ્કાર એના ઉછેર, એની આસપાસની પરિસ્થિતિ
વગેરેની અસર થાય છે.વ્યક્તિને જે વિચારો મળે
તેનાથી તેનું વિચાર વિશ્વ ઘડાય છે એ દેખીતી હકીકત છે પણ માણસ જો ધારે તો પોતાની વિચારધારાને
ઉત્તમ બનાવી શ્રેષ્ઠ ચારિત્ર્ય નિર્માણ કરી શકે.

--વર્ષા શાહ

Read More

હું ? હા ! હું તો ખાઉં ને ગાઉ,
હું તો હસું ને ગાઉ
હિંચકે ઝૂલું ને ગાઉ
સાંભળે ના ભલે કોઈ
ગીતમાં મેં ઉદાસી ખોઇ
ટાણે ગાઉ, કટાણે મૌન,
ભલે
મન ગાયે મૂંગી સરગમ !
મારે ને ગીત ને એવો સંબંધ

--વર્ષા શાહ

Read More