અમસ્તો આંખોમાં ઝાકળ લઇને નથી ફરતો,છે કેટલીક યાદો જેને મારે સુકાવા નથી દેવી..વનરાજસિંહ સોલંકી 'આભાસ'

love. the journey

રોજ માત્ર સફળતાના સ્વપ્ન જોઉં ઊંઘમાં અને
ક્યારેય જાગી એને પૂર્ણ કરવા મહેનત ન કરી
કરી તો ફક્ત ફરીયાદ કે નસીબ નથી સારૂ....

વનરાજ...

Read More

સફળતા ન મળે તો એનો અર્થ એ નથી કે તમે નિષ્ફળ છો, હોઈ શકે છે કે કંઈક પ્રયત્ન અધૂરો હોય, તમારો નિર્ણય ક્યાંક ડગમગી ગયો હોય, કે પછી અન્ય કોઈ કારણ હોય, પણ એનો અર્થ એ નથી થતો કે તમે ક્યારેય સફળ ન થઈ શકો,
હા, એટલું જરૂર બને કે એ ઉપરાઉપરી મળતી નિષ્ફળતા તમને તોડી નાંખે અને એ કારણે તમે તમારા પ્રયાસ અધૂરા મૂકી દો.
પણ,
મિત્રો
બની શકે કે તમે જે મુકામ પર પહોંચી ને તમારા પ્રયત્ન તમારા પ્રયાસ છોડી દો છો, કદાચ એ છોડી દીધેલા પ્રયાસ માં જ તમારી સફળતા છૂપાયેલી હોય.
માટે નિષ્ફળતા થી હાર ન માનો અને પ્રયત્ન કરતાં રહો.

Read More

અસંખ્ય આશ
થઈ બળીને ખાખ
એ રાખનું શું ?
વનરાજ

આંખોની ભાષા જો એને સમજાતી,
તો છોડીને એ મને કદીએ ન જાતી...
વનરાજસિંહ સોલંકી 'આભાસ'

વિશ્વાસ નો એ દોર તૂટી ગયો
એને પકડેલો હાથ છૂટી ગયો.
... વનરાજ 'આભાસ'

...બધે કાયમ જ શાંતિ હોય છે 'આભાસ'
બસ તું મન મહીં વ્યર્થ કકળાટ ન કર...
- વનરાજ ''આભાસ''

હશે આકાશ ઘણુ ઊંચું પણ, ક્ષિતિજ પર ઢળતું લાગે,
વિના વાંકે બિચારું વાદળું પણ વિખરતું લાગે,
કહ્યું મે પણ નદીને ના વહી જઈશ અમસ્તી વ્યર્થ,
જળ વિના આ જગત ખાલી થતું, ઘણુ બધુ રઝળતું લાગે...
_વનરાજ 'આભાસ'

Read More

બસ એટલી જ જિંદગી જીવવી હોય છે,
બધી જ ઇચ્છાઓ પૂરી કરવી હોય છે..
...વનરાજ

એક અછાંદશ રચના...
એક નાનકડા રસ્તે રઝળતા બાળકની વ્યથા...
મારા શબ્દો માં...

જે મળે, જેવું મળે ખાઈ લેવાનું,
શું એમ જ અહીં જીવી લેવાનું?
ભૂખ્યા પેટે, પથારી ધરતી ની કરી
આભની ચાદર કરી સૂઈ જવાનું.. શું એમ જ...
ને એમાં, શિયાળે ઠંડી માં ઠરવાનું,
ચોમાસે કમનેય રોજ પલળી જવાનું? શું એમ જ...
નફરત ના કરીશ, ખુદાનો જ બંદો છું
મજબૂરી છે ગંદકી માં જ રહી લેવાનું...
ચોખ્ખા લુગડે મારેય નિશાળે જવું'તું,
ને મારેય સૌની ભેળા રોજ રમવું'તું,
નસીબ ની બલિહારી તો જો દોસ્ત
રોજ પેટ પુરવા હાથ ફેલાવી ફરવાનું..શું એમ જ...

Read More