Quotes by Vallabh Zadafiya in Bitesapp read free

Vallabh Zadafiya

Vallabh Zadafiya

@vallabhzadafiya160134


જય જવાન...જય કિસાન

પાણી જેવા બનો, જે પોતાનો માર્ગ જાતે બનાવે છે,
પથ્થર જેવા ના બનશો, જે બીજાનો માર્ગ પણ રોકે છે.

એવું ના માનો કે વિજય જ બધુ છે, વધુ મહત્વ એ વાતનું છે કે તમે કોઈ આદર્શ માટે સંઘર્ષ કરી રહ્યા છો...

રહેવા દો આ પ્યારની વાતો રહેવા દો,
એણે કરેલા ઇન્કારની વાતો રહેવા દો.
હતું એ બધુજ આપી દીધું હતું એને,
ને કરેલા ઇઝહારની વાતો રહેવા દો.

Read More

આંખોમાં રહેવું હવે સહેલું નથી.
આસું બની વહેવું હવે સહેલું નથી.
લે પ્રેમ વિશે થોડો કંઈ પ્રચાર થાય,
પ્રેમ છે એવું કહેવું "કલારૂપ"હવે સહેલું નથી.

Read More

તારું સ્મિત મળે ત્યાં મહેકનું શું કામ છે,
તારો ચહેરો ખીલે ત્યાં ગુલાબનું શું કામ છે.

"બેફામ" ની એક સુંદર રચના...

શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને...
આપણી સામે અલગ ને લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત નથી ગમતી મને..
અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.?
દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને...
પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને...
જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત નથી ગમતી મને...
જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને...

Read More