Quotes by Vaishali Bhoi in Bitesapp read free

Vaishali Bhoi

Vaishali Bhoi

@vaishalibhoi8892


વસંત આજ પાગલ બની બેઠી,
પાનખરના વૈભવનો વટ ઉતારવા બેઠી,
વસંત શું જાણે પાનખરની સભ્યતા,
નવસર્જનના પ્રતિસાદની પહેલ કરી ખરી
ગઈ.‌‌..

"વૈશાલી ભોઈ"

- Vaishali Bhoi

Read More

#અર્થ
લાગણીની લગામ લગાવી છે આજ,
તારી વેદનાને વાચા પીરસી છે ચાલ,
શોધખોળ ન ચાલે અર્થની આમ,
પરેશાની બનશે પાકટ કૈં આજ...
"વૈશાલી"

Read More

તું અંધારેથી બહાર નીકળી પ્રકાશે આવ,
મુરઝાયેલા પુષ્પ સમું મુખ ન બનાવ,
સાહસ ને વીરતાને હથિયાર બનાવ,
ચાલ, ચાલવાનું બાકી છે થાક ન બતાવ...
"વૈશાલી"

Read More

સંકટના ઉદયને અસ્તતા ક્યાંથી બતાવશો?
લેખ લખ્યા વિધાતાએ, વિધાનને શું સમજાવશો?
ઘાયલ તો સંકટ પણ ત્યારે જ થાશે,
મોતના તાંડવનું ભાન ભૂલી સંકટને સતાવશો...
"વૈશાલી"

Read More

કઠોળ આટલું કઠોર કેમ?
સંવેદનાની સાધનાનો અભાવ ,એમ!
અમસ્તી પ્રકાશ,પાણી ને ધરાની લાગણીય
કરે છે અંકુરિત એને હવે એમ...
"વૈશાલી"

Read More

કાગળ પણ આજ કોગળા કરે છે,
અક્ષરોની ગંદકીથી અેનું મોં ગંધાય છે...
"વૈશાલી"

સાંકડી શેરીઓમાં સંઘર્ષ તારો,
લપાયેલી લાગણીઓને વહેંચવાનો,
મનમોહિત કરે મને આજ,
તારાજ અસ્તિત્વમાં ભેળવવાનો...
"વૈશાલી"

Read More

સંબંધને સૂકવવા એક શંકા જ છે કાફી,
બાકી રાંધવાની કળામાં એક મીઠું જ છે કાફી...
"વૈશાલી"

કથની કર્મની કર્ણમાં કંઇક કહી ગઇ,
દાન ધર્મનો મર્મ આમ મમળાવી ગઇ...
"વૈશાલી"

વઢવું છે આજ વાદળને મારે,
દિલની વાત કેમ કરતો નથી આજે!
"વૈશાલી"