Quotes by Urvi Bambhaniya in Bitesapp read free

Urvi Bambhaniya

Urvi Bambhaniya Matrubharti Verified

@urvishabambhaniyagmail.com163534
(225)

ભૂતકાળમાં ફર્યાનો હવે થાક લાગે છે ;
મારો જ નહીં તારો પણ થોડો વાંક લાગે છે.

~Urvi

તું સાગર જેવો વિશાળ, હું નદીઓ બની ભળવા માંગુ
ખારાશ કાજે તારી, હું મીઠાશ મારી ત્યજવા માંગુ...!!

~Urvi

એ વક્તાની શું વાત કરું જે
શ્રોતા ના દુઃખનું શ્રાધ્ધ કરે ;
વાણી હતી વીણા જેવી 'ને
મહેફિલમાં સુખનો મેળાપ કરે.

~Urvi

Read More

યાદ કરી તરસ 'ને.....કંઠે રણ આવ્યું ;
પ્રેમ પૂછ્યું કો'કે 'ને તારું સ્મરણ આવ્યું
💫❤️

~Urvi

ઉદારતા હ્રદયમાં છતાં દગો મળે છે
કળયુગમાં ક્યાં કોઈ સગો મળે છે ;
ઉંડાણથી ચાહો એ, છેતરી જાય છે
બસ ફીલહાલ આવા ઠગો મળે છે..!!

~Urvi

Read More

પગાર આપી છુટ્ટો કરો, સૂરજને બહુ કામ છે
ચાંદ બોલાવી કહો એને બહુ થયો આરામ છે.

~Urvi

ગરબાની રમઝટમાં ખુશીઓની ખાત્રી છે;
ચાલ હવે રમવા, જો આવી નવરાત્રી છે.

Happy Navratri

~Urvi

અનંત છે આકાશ, ક્યાંક થોભી જાજે;
વિચારોના વમળમાં તારે જવું શા કાજે?

-Urvi