Quotes by Urmi Chauhan in Bitesapp read free

Urmi Chauhan

Urmi Chauhan

@urmi555


#loveyoumummy

મારી પ્રિયે ,
આમ તો મારૂં સઘળું તું જ છે ! એક મીનીટ.. સીધું કહીશ તો મજા નહીં આવે. make it masaledar !
મને સ્કૂલે બેસાડતા પહેલા જ સમાચાર પત્રો વાંચતા આવડતું હતું, કોના કારણે ? પાંચ વર્ષની ઉંમરે પણ ગીતાના શ્લોકો મોઢે બોલુ ત્યારે લોકો આભા બની જતા , કોના કારણે? દરેક ધોરણમાં પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ , કોના કારણે? નાનામાં નાની બાબત હોય કે પહાડો જેવી મોટી મુશ્કેલી અને જટ દઈને ઉપાય શોધી કાઢ્યો હોય આ દરેક નું કારણભૂત માત્ર એક "માં".
તું ક્યારેય "I love you" નથી કહેતી ,ખબર છે કેમ? કારણકે તને પ્રેમ આપવામાંથી ફુરસદ જ નથી મળતી! માત્ર માં નહીં પણ મારા મિત્રો કરતાં વધારે મધમીઠી છે એમ ત્યારે અનુભવ્યું જ્યારે કેટલીયે હિંમત ભેગી કરીને ભૂતકાળના પ્રેમની વાત જણાવ્યા પછી તું ના તો ખીજાઈ કે ના કોઈ ડર બતાવ્યો, કેટલી સહજતાથી હંમેશા મને અને મારી ભૂલોને સ્વિકારી લીધી.
પપ્પાના આટલા કડક વાતાવરણની વચ્ચે પણ અમને દરેક ખુશી ‌આપતી રહે છે.હા ! ક્યારેક તો ખીજાય જતી પણ સાથે અમને ભૂલનો અહેસાસ કરાવે પછી પોતાના સમ આપી વ્હાલથી જમાડે. અમુક અડચણોથી હચમચી જાઉં ત્યારે પણ ભગવાનનો આભાર ‌માનું છું કે સમય ગમે તેવો હોય, માં છે પછી શું ચિંતા હોય!

ભગવાન ખૂબ શોધી આવ્યો ઘરે ,
માં નું સ્મિત ભાળી થ્યુ કેટલો રખડ્યો !

લી.. તારી નખરાળી ઉર્મિ !

Read More

ઘણી વખત કોઇ કારણ ન હોવા છતાં પણ ખૂબ રડવાનું મન થાય ,
કોઈ ન હોવા છતાં પણ થાય કે વહેતાં અશ્રુ કોઈ રોકી લે ,
તો વળી એમ પણ થાય આંસુ લુછી ને વિના કારણ હળવું સ્મિત લાવી દે ,
અને કહે કે , 'રડી લે હું પણ જોઈ શકીશ તારી પવિત્ર આંખો‌ પછી મળશે તને ખૂબ હસાવવાનો મોકો'

બસ આ જ છે જીંદગી.. જે છે એ ગણકારે નહીં અને નથી માત્ર એની જ અપેક્ષા રાખે !
?

Read More

                     હું તુજ ઘેલી 

એક હળવી લ્હેર વાઈ ને કંઈક યાદ આવ્યું ,
એકલી મલકાતી ને મનમાં મુંઝાતી હું !
છાનાં છાનાં જોવા એની એક ઝલક ,
કેટલાંય બા'ના ગોતી વળતી હું !
પ્રેમ નેં નામ તો બીતી બહું ને ,
અજાણતા હૈયે એને સમાવી બેઠી હું !
એ પણ કંઇ ઓછો પાગલ નો'તો ,
સૌ કહે તોયે ઘેલી જ હું !
જતાં પહેલાં જો એકાદ વાર જાણ્યું હોત ,
હું શૂન્ય હતી જો ના હોત તું !
અને તે તસ્દી ના લીધી ના ક્યારેય સંભારી ,
રહી ગઈ તો એક હું !!

#kavyotsav
#poonam
#matrubharti

Read More


પ્રેમ એટલે સતત વા'તો વાયરો ... ને

આકર્ષણ એટલે ક્યારેક વા'તો વંટોળિયો ‌!


#poonam  

આ વાદળ પણ હવે રીસાઈ ગયો છે...

કોણ જાણે એની ધરતી પર ઘડી બે ઘડી વરસતો નથી !

પ્રેમની જીત કે પછી...

i much like it & waiting for new part
http://matrubharti.com/book/11797/