Quotes by Untold Word in Bitesapp read free

Untold Word

Untold Word

@untoldword8797
(3)

बदलाव हमेशा ज़रूरी होता है। चाहे इन्सान की बात हो या कुदरत की!

-Untold Word

રસ્તો છે થોડો અઘરો અહીં,
તું તારી આશાઓ પર ચાલતો જજે.
જ્યારે પણ પગલાં થોભે તારા,
તું તારા ધ્યેયને યાદ કરતો જજે.

Read More

બાંધવી હતી નવા પ્રીતની દોર,
પણ હું બંધાયો તેના વિરહને દોર.....
એકલતારૂપી તપતા રણમાં હું એકલો હતો.
એ રણમાં ના તો વર્ષારૂપી તેનો પ્રેમ મારા પર વરસતો હતો..
કે ના તો વૃક્ષનાં છાયડારૂપે તે મારી સંગાથે હતી...
રણની અગન જેવી મારી એકલતા મારા આખા દેહને બાળી રહી હતી.
હેમખેમ,સહેજ દૂર મને દોસ્તિરૂપી તળાવ દેખાયું....
સુકાયેલા મુખ માફક મારું હૃદય,જે પ્રેમરૂપી જળ મેળવવા આતુર હતું તે દોસ્તિરૂપી તળાવ નજરે ચડતા જ આનંદથી ઝૂમી ઉઠ્યું...
આખરે તન તે જળરૂપી પ્રેમ મેળવવા ઉત્સાહથી તે આભાસી જલકુંડ પાસે પહોંચ્યો ત્યારે ખુશીના તે વાદળો અચાનક જ અંધકારમય કાળા ઘમ્મર ઉદાસીના વાદળો જેવા બની ગયા...
તે જળસ્રોત દોસ્તીરૂપી આભાસ હતો....
ત્યાં માત્ર પથ્થરોરૂપી મિત્રતાના ખોટા વચનો, સુકાયેલા ઘાસરૂપી તેની જૂની યાદો,
અને સળગતી રેતિરૂપી મારું હ્રદય હતું...
હવે માથા પર ચડેલા સૂર્યના તાપરૂપી નિરાશાથી ધીમે ધીમે મારા મનમાં રહેલું લગણીરૂપી જળ પણ સુકાવા લાગ્યું...
ઉડતી રેતીરૂપી તેની ગેરહાજરી મારી આંખોમાં નિરંતર ચુભી રહી હતી...
આખરે તે એકલતાના રણમાં મારું સળગતું તન, આછી થય ગયેલી થોડી યાદો, વિરહના વંટોળો,પ્રેમરૂપી જળ માટે તરસતું મારું રજળતું હ્રદય,અને લાગણીઓથી ભરેલો મારો અંતરાત્મા હતો ......

Read More