Quotes by tushar balar in Bitesapp read free

tushar balar

tushar balar

@tusharbalar1423


એ હંમેશા બધું જ કહી દેતી.. એને કહેવું સારું લાગતું હતું.. કેમ કે કહેવું એને કદાચ મન થી હળવી કરતુ હશે... ક્યારેક એ નારાજ થઇ ને બધું જતું કરતી...
ક્યારેક એ ગુસ્સા માં જોર જોર થી બોલતી. ક્યારેક એ ચુપ રહી ને બધું મહેસુસ પણ કરી લેતી.. એ હંમેસા પોતાના ભાવો સાથે કદમ મિલાવા ની કોશિશ માં રહેતી..
પછી એક દિવસ એના હર્દય ના ઉંડાણ માં એક ટીસ ઉઠી... પણ એ ટીશ કોઈ ને ના સંભળાઈ.. એ પોતાના મન ની વેદના એકલી જ સહન કરતી હતી.. એને ધીરે ધીરે સહન કરવા ની આદત ને ખુદ પર હાવી થતા જોઈ... અને એને આવી રીતે જ આરામ મળવા લાગ્યો.. અને પછી ધીરે ધીરે લોકો એ એને "સ્ત્રી" કહેવા નું શરુ કરી દીધું.. એ વધુ સરળ લાગવા લાગી જેમ કે એને આ નામ પસંદ આવી ગયું હતું.. લોકો ને એનું બાહ્ય સ્વરૂપ દેખાતું હતું.. એ હસતી તો લોકો એમ સમજતા કે કેટલી ખુશ છે.. પણ એક દર્દ નો દરિયો દરેક સ્ત્રી ની અંદર હોય જ છે.

Read More