Quotes by Tr sagathiya Anil in Bitesapp read free

Tr sagathiya Anil

Tr sagathiya Anil

@trsagathiyaanil418549


એક પ્રખર આંબેડકરવાદી, શાંત સ્વભાવ ધરાવતા અને સદાય મિત્રો માટે ઉર્જિત રહેતા, મારાં સતસંગી તરીકે વિશિષ્ટ ભૂમિકા ભજવતા, 2019માં શામળદાસ આર્ટ્સ કોલેજમાંથી 'Student of the Year' નો ટાઇલલ મેળવનાર, ગુજરાત વિદ્યાપીઠમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટરના ડિગ્રી પ્રાપ્ત કરનાર, એક સફળ શિક્ષક તરીકે કાયમ વિધાર્થીઓ સમક્ષ ખડે પગે રહેનારા અને અર્થશાસ્ત્ર વિષય પર અસાધારણ પ્રભુત્વ ધરાવતાં. હાલમાં M.K.B.U ના શિક્ષણશાસ્ત્ર ભવનમાં અભ્યાસ કરી રહ્યા છે, અને એક પ્રખર શિક્ષણવિદ તરીકેનું સ્વપ્ન સેવાતા મારા પરમ સ્નેહી મેહુલભાઈ (મેહુલ બુદ્ધ) ને જન્મદિવસની અનંત શુભેચ્છાઓ... * * * # જય પણ જ્ઞાતી...! # જય ભારત ...!

Read More

ગુણવત્તાભરે શુભ સવાર....

આશા રાખું છું તંદુરસ્ત હશો.... પ્રકૃતિ આપને હંમેશા તંદુરસ્તી અને સ્પૂર્તી આપે....

સવાર સવાર માં એક વિચાર મનમાં થનગનતો હતો.
આ મનગમતા શિયાળાની મોસમમાં જેની વાત નીચે કરું.

નમસ્તે હું આપનો લઘુ...

સમગ્ર પૃથ્વી નો તાત એ પ્રકૃતિ છે. પ્રકૃતિએ બનાવેલી ત્રણ ઋતુ એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ત્રણ ઋતુ સાથે સુસમાયોજિત કરતું આપણું શરીર એટલે કે પ્રકૃતિ ની અમૂલ્ય ભેટ. આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રકૃતિએ બનાવેલી ઋતુ સાથે આપણું પોતાનું શરીર કેટલું અને કઈ રીતે મસ્ત અને સુંદર રીતે ઋતુઓ સાથે સમાયોજિત થઈ જતું હોય છે. આનું કારણ ફક્ત એક જ છે કે પ્રકૃતિની કરેલી ઋતુ અને માણસની રચના જેના લીધે બંને વચ્ચે સારી રીતે સમાયોજન સ્થાપિત થઈ શકતું હોય છે.

પરંતુ આ પ્રકૃતિએ સર્જેલ માનવી અને માનવીએ ઊભું કરેલ પોતાની અંદર રહેલું મન એ માણસની પોતાની રચના છે. કે જેને આપણે આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ સારી રીતે સમજીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ. આપણું મન આપણી વિચારશ્રેણી, આપણું વર્તન અને આપણા ભીતરમાં રહેલો આપણો હું પણા નો ભાવ આ પ્રકૃતિની રચનાની જેમ કોઈ દિવસ કોઈ પણ માણસ - માણસની વચ્ચે કે એકબીજાની વાત વચ્ચે સંપૂર્ણ રીતે સુસમાયોજિત થઈ શકતો નથી.

આવું થવાનું કારણ એક જ છે કે આપણા મન અને આપણામાં રહેલું હું પણાની ભાવના એ આપણી પોતાની રચના છે. નહીં કે પ્રકૃતિ. કારણ કે પ્રકૃતિએ તો આપણને અનહદ આનંદ આપ્યો છે. પણ વાતે વાતે હું કુંસમાયોજન થવું એ આપણે પોતાની શોધ છે. જેને લીધે માણસ માણસ વચ્ચે સંપૂર્ણ રીતે સમાયોજિત થઈ શકતો નથી.

આ પ્રકૃતિ ની ઋતુઓ અને આપણું શરીર જેવી રીતે સમાયોજન કરી શકે છે તેવી જ રીતે જો આપણે પોતાની અંદર રહેલા મનના દોષો, હું પણાનો ભાવ ને બાળીને ભસ્મ કરી દઈશું તો જ આપણે એકબીજા વચ્ચે સારા સંબંધો બાંધી શકીશું તેમજ એકબીજા વચ્ચે સારી રીતે સમાયોજિત થઈ શકીશું.

આ ઉપરાંત આ સારા સમાયોજન ને કારણે આપણે આપણા પોતાના જીવનની અંદર રહેલી ઘણી બધી સમસ્યાઓને સારી રીતે સમજી અને તેનું યોગ્ય નિરાકરણ પણ કરી જે આપણી પ્રકૃતિએ આપેલી મૂળ પ્રકૃતિ આવો સાથે મળીને એને ઉજાગર કરીએ.સૌની પ્રકૃતિ એક જ છે છતાં સૌ સૌની પ્રકૃતિમાં ભેદ છે.

Read More