Quotes by Twinkal Kalthiya in Bitesapp read free

Twinkal Kalthiya

Twinkal Kalthiya

@tinikalathia031916
(18)

ક્યારેક ૯૯ એ પહોચી ને સાપ ગળી જાય છે,
તો કયારેક પગરજ ને માથે ચડાવે છે,
કયારેક આંખ મા ધૂળ ઝોકે છે,
તો ક્યારેક ખંજર ઝીલી લે છે.
આ જ જિંદગી છે સાહેબ, અને આ જ માણસ જાત!

Read More

દરીયા ને ઘમંડ હતો આખા મલક ને ડુબાડવાનો,
ને એક નાનકડું તેલ નું ટીપું તરી ગયું!

दिल अकसर वहीं लौटना चाहता है,
जहां दौबारा जाना मुमकिन नहीं.
बचपन, मासूमियत, पुराना शहेर,
पुराना घर, पुराना स्कूल, पुराने दोस्त,
वहीं पुरानी यादे..!♥️

Read More

ઓચિંતું કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે,
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખએમ છે, અને ઉપરથી કુદરતની રહેમ છે.
આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી,
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી.
સૂરજ તો ઊગે ને આથમીયે જાય મારી ઉપર આકાશ એમનેમ છે, અને ઉપરથી કુદરતની રહેમ છે.
- ધ્રુવ ભટ્ટ

Read More

કોઈ રડી ને દિલ બેહલવે છે,
કોઈ હસી ને દર્દ છુપાવે છે.
કોઈ મારતા મારતા જીવે છે,
કોઈ સામેથી મોત ને બોલાવે છે.
કમી છે કુદરત ની કે વાંક છે નસીબ નો,
જીવતો માણસ ડૂબે ને લાશ તારી જાય છે.

Read More

હું માંગુ તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી,
પણ હું માંગુ ને તું આપે , એ મને મંજૂર નથી.

આંસુ ની વર્ષા થઈ ને સ્વપ્ના ધોવાઈ ગયા,
તમને શોધ્યા વિના જ તમે દેખાઈ ગયા,
જીવનભર પ્રેમ કરતી રહી મીરા,
ને ક્રિષ્ન રાધા ના પ્રેમ માં ખોવાઈ ગયા .

Read More

ત્રણ વાનાં મુજને મળ્યા ;
હૈયું , મસ્તક ને હાથ,
બહુ થઈ ગયું નાથ,
જા ચોથું નથી માગવું.

સરળતાથી કંઈ ના મળે તો દુઃખી ના થશો,
મળે જો બધું સરળતાથી તો પ્રાર્થના શું કરશો?
સપના બધા હકીકત ન થવા જોઈએ,
થશે બધું હકીકત, તો સપના શું જોશો?

Read More

એ એક ભાઈ છે, એક મિત્ર છે ,
એક ગુરુ છે , એક ટેકેદાર છે.
દુઃખ માં નાની નાની વાતો થી હસાવે,
પોતાનો થાક ભૂલી રમાડે,
પોતાની જિંદગી જીવવાનું જાણે ભૂલી જ ગયા,
અને મને જિંદગી જીવતા શીખવી દીધું ,
સંસ્કાર નું સિંચન એના થકી,
ઉતારે એ દિવસ નું ભારણ માથા થકી,
પોતાની ઊંઘ રગદોળી ,
મારી કારકિર્દી બનાવે,
પિતાજી ❤️

Read More