Quotes by THAKOR MAHENDRASINH in Bitesapp read free

THAKOR MAHENDRASINH

THAKOR MAHENDRASINH

@thakormahendrasinhmahendrasinhala9999gmail.com070554


# જીવાંત #

પ્રાણ પંખીળું ઉડી ગયું
રાખ બની રહી ગયો તું

ક્યાંક ખોવાઈ ગયો તું
ક્યાંક ટેવાઈ ગયો તું

એકાંત શીખીને ગયો તું
જીવન શિખવી ગયો તું

- મહેન્દ્રસિંહ ઠાકોર “આનંદ"

Read More

લાગણી

હંમેશા લાગણીઓનો વરસાદ વરસતો રાખજો
ક્યાંક ઝરણું સુકાઈ ન જાય તેનું ધ્યાન રાખજો

તે ઝરણાંની પેઠે નવી કુંપળો પણ લાવતા રહેજો
ક્યાંક પાનખર ન આવી જાય તેનું ધ્યાન રાખજો

આ ઝરણાંની માફક લાગણીઓને વહેતી રાખજો
ક્યાંક સમુદ્રમાં મળી ન જાય તેનું ધ્યાન રાખજો

- મહેન્દ્રસિંહ ઠાકોર “આનંદ”

Read More

તમે શરૂઆત તો કરો

તમે શરૂઆત તો કરી જુઓ
બાકીની રજૂઆત હું કરીશ

તમે મને એક વાર મળી તો જુઓ
પછી બધા પ્રસ્તાવ હું રજુ કરીશ

તમે બંધ આંખે સપના તો જુઓ
બધા ખૂલી આંખે હું પુરા કરીશ.

- મહેન્દ્ર ઠાકોર “આનંદ”

Read More

મોબાઇલ

માનવ તું માનવતા ભૂલી મોબાઈલમાં મ્હાલે છે
તને ક્યાં ખબર છે કે તારા સંબંધો કેમ ચાલે છે.
માનવ તું માનવતા ભૂલી...

તમે પૂછી આવો તેને જેના છેલ્લા શ્વાસ ચાલે છે
તેને જીવન-મરણની ઘડીમાં જીવન રીલ ચાલે છે
માનવ તું માનવતા ભૂલી...

જ્ઞાન આવે છે ત્યારે માત્ર તું નનામીમાં ચાલે છે
ત્યાંથી આવ્યા પછી ફરી રોજીંદુ જીવન ચાલે છે
માનવ તું માનવતા ભૂલી...

- આનંદ

Read More

જ્યાં સૂર્ય એ પોતાની પ્રથમ ઝલક બતાવી,
ત્યાં તો ધુમ્મસે શરમાઈને માયા સંકેલી લીધી.

- આનંદ

કમોસમી છે
તુ વધારે હક ન
જમાવ અહીં.

-આનંદ

બસ (GSRTC).

જાહેરમાં મારી સામેથી જ નિકળી ગઈ એ
એની સાથે જવાનો ઘણો જોમ હતો મને

એને પાછું વળીને પણ ન જોયું મારી સામે
એ તો એની જ ધૂનમાં ચાલી નીકળી ધામે

“આનંદ”ન કર ખોટા પ્રયત્ન તું મેળવવા એને
આવતી કાલ તો કોઈ અન્ય‍‍‌‍‍‍‍“બસ" મળશે તને

- આનંદ

Read More

તમારા ગામની હરેક ગલીમાં બદનામ છીએ અમે
તારાથી આમ છાનો માનો પ્રેમ થોડી કરીએ અમે

ભલેને બદનામ થાય નામ તારું'ને મારું જગમાં
પણ આ સાથ આમ જ ચાલસે નિરંતર સાનમાં

'આનંદ' તું દાખવી દે અહીં બધો જ પ્રેમ તારો
પછી ભલે'ને દુનિયાથી લડવાનો વારો છે મારો.

-આનંદ (મહેન્દ્ર)

Read More

જીવનો સાથ
છે ઘડી બે ઘડીનો
જીવી લે સાથે.

- આનંદ

વિશેષ છો તમે

કંઈક તો વિશેષતા લાગી હશે આ નયનને તારામાં
નઈ'તો તુ દાખવે'ને માની લઉં ફિતરત નથી મારામાં

આનનઅંબુજ છો તેથી અલગ તરી છો તમે
એમાં કુસુમવત વાણી પર ફિદા છીએ અમે

'આનંદ' ખૂબ ગમે છે લાગણીવશ થવું તેનાથી
નહીં તો આમ જ સરળ પ્રાસ ન મળે મારાથી

- આનંદ (મહેન્દ્ર )

Read More