Quotes by Riwera in Bitesapp read free

Riwera

Riwera

@thacker.ritu30gmail.com5222


ख़यालों के बदलनेसे भी निकलता है नया दिन
सूरज के चमकने से ही सवेरा नहीं होता।

ડાળ પર જેની પંખીના હતા માળા
લોક ધર બનાવે છે ઝાડના એ થડમાંથી.

મઝા આવે છે કેવળ ચાલવામાં
અહી મંજિલ તેણી કોને પડી છે?

દુનિયાની મેજબાની પણ કેટલી અજબ છે
મહેમાનના ઘરે છે મહેમાનનો ઉતારો.

છે નિરાશામાં એક નિરાત
હો બધા દદઁની દવા જાણે.

બંધ હોવા છતાયે મુક્ત છું,
કલ્પના પાંખે વિરહતી જાઉ છું.

નથી એમની મહેરબાની તો
તને કોણ જનમોજનમ સાચવે છે?

જીવન શું છે? ફક્ત ચૈતન્ય છે બે ચાર દિવસનું
મરણ શું છે? કે જ્યારે આદમી તસ્વીર થઈ જાય છે.

એવુ સુખ તો દુનિયા ધુમવાથી ય ના મળે
બસ આપણે આપણાંમાં ખોવાઈ જવું પડે.

છે નહિ તો કેટલાય કાફલા,
તે છતાય આપણે તો એકલા.