Quotes by TEJAS PANCHASARA in Bitesapp read free

TEJAS PANCHASARA

TEJAS PANCHASARA

@tejaspanchasarayahoo
(43)

 #MERAKRISHNA
કૃષ્ણ એટલે વાંસળીના સૂરમાં રમતું યમુનાનું પૂર,
કૃષ્ણ એટલે મેનેજમેન્ટ ગુરૂ,
 કૃષ્ણ એટલે  સમજવા જાવ તો ન સમજાય તેવો ગૂંચવતો કોયડો અને નરસિંહ અને મીરા જેવાને પાછો હાથવગો.
કૃષ્ણ એટલે રાસલીલા રમનાર કાનુડો અને યુદ્ધમેદાનમાં ગીતા જેવો ઉપદેશ આપનાર શ્રી કૃષ્ણ.
કૃષ્ણ એટલે સુદામા જેવા મિત્રના પગ પણ ધોવે અને અર્જુન જેવા મિત્ર માટે સુદર્શન પણ ઉપાડે.
કૃષ્ણ એટલે દ્રૌપદીના ચીર પુરનારો વીર.
કૃષ્ણ એટલે પ્રેમનું નિરંતર વહેતું ઝરણું.
કૃષ્ણ એટલે સાચા અર્થમાં પૂર્ણ પુરૂસોતમ.
કૃષ્ણ એટલે આપણી અંદર વસતો આપણો ભાઇ, મિત્ર, ગુરૂ અને આપણું સર્વસ્વ.


Read More

 કબર પર અમારી કલમ રખાવજો 'તેજ',
લખવાનું આ બંધાણ હવે છૂટે તેમ નથી.