Quotes by Tejash Belani in Bitesapp read free

Tejash Belani

Tejash Belani

@tejasbelani215110


આંખમાં ઉદાસીનતા છે થોડી, ને મારા શબ્દોમાં સવાલ છે.
લાગણીના બંધનો તો નથી, પણ દિલમાં તારા જ ખ્યાલ છે.
એનું વર્તન બદલાઈ રહ્યું છે, કોઈ બીજું હશે તો નહી ને?
પ્રેમનાં વશમાં આવ્યાં બાદ એના માટે આવેલા આ વિચાર છે.
- તેજસ

- Tejash Belani

Read More

સમયની સાથે સાથે આપણી વચ્ચે એવું બંધન થઈ ગયું.
અધૂરું બોલાયેલું એ તારું વાક્ય જ હૃદયનું સ્પંદન થઈ ગયું.
આંખોના ઈશારા ને ચહેરાના હાવભાવ સમજી જાઉં છું,
હવે તો શબ્દોનું આ મૌન, વાત કરવાનું સાધન થઈ ગયું.
- તેજસ
- Tejash Belani

Read More

દોસ્ત,

શબ્દ ભલે અપૂર્ણ છે પણ દરેક વ્યક્તિના જીવનને પૂર્ણ કરવાં જરૂરી એવો છે. ઘણુંબધું જે ચાલતું હોય અંદર તે કહ્યાં વગર સમજી જાય અને વાત કરીએ ને ત્યાં તો અંદરથી જ દુનિયાં પછાડવાનો ઉત્સાહ આવી જાય. મારાં દરેક આવા સંબંધ ધરાવતા વ્યક્તિઓને Happy Friendship Day... 🥰🥰
- Tejash Belani

Read More