Quotes by TEJAS PATEL in Bitesapp read free

TEJAS PATEL

TEJAS PATEL

@tejas.1297
(35)

                #Thankyouteacher
     ટીચર અથવા તો શિક્ષક.આ એક શબ્દ સાંભળતાની સાથે જ દરેક વ્યક્તિના મનમાં એક વ્યકિની છબી ઉપસી આવે છે પણ મારા મને શિક્ષક એ કોઈ વ્યક્તિ નથી પણ તે તો દરેકના જીવનમાં રહેલી એક વિચારધારા છે અને આજે હું તે વિચારધારાને ધન્યવાદ કહેવા માગું છું.
     દરેકના જીવન ઘડતરમાં ત્રણ શિક્ષકો સૌથી વધારે જરૂરી હોય છે જે મારા મને કંઈક આવા છે.૧,નસીબથી મળતો શિક્ષક.૨,અતિઆવશ્યક શિક્ષક અને ૩,સર્વશ્રેષ્ઠ શિક્ષક.
     મારા મને આપણા જીવનનો પહેલો શિક્ષક એટલે કે નસીબથી મળતો શિક્ષક અને આ શિક્ષક એટલે આપણા માતા-પિતા અને આપણું પરિવાર.દરેક વ્યક્તિના જીવનમાં તેના માતા પિતાનું સ્થાન અતુલ્ય હોય છે.દરેક વ્યક્તિના જીવનમાં તેની માતા સંસ્કારોનું સિંચન કરે છે તો પિતા તેને વ્યવહારનું જ્ઞાન આપે છે.તે જ રીતે મોટો ભાઈ કે બહેન નાના ભાઈ કે બહેનને વડીલોને માન આપતા શીખવે છે તો નાનો ભાઈ કે બહેન મોટા ભાઈ કે બહેનને વડીલોને પ્રેમ કરતા શીખવે છે અને ઘરના વડીલો ઘરની દરેક વ્યક્તિને પોતાના અનુભવોથી શિક્ષિત કરે છે.
     મારા મને આપણા જીવનનો બીજો શિક્ષક એટલે કે આપણા જીવનનો અતિઆવશ્યક શિક્ષક જે છે આપણા શાળા અથવા કોલેજોના શિક્ષકો.આ શિક્ષકો મારા મને અતિઆવશ્યક એટલા માટે છે કારણ કે આ શિક્ષકો જ આપણને દુનિયામાં રહેલા જ્ઞાનના અખૂટ સાગરના સીધા સંપર્કમાં લાવે છે જે આપણને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધીને પોતાની કારકિર્દીને સુદ્રઢ બનાવવામાં અતિ મહત્વનો ભાગ ભજવે છે.
     મારા મને આપણા જીવનનો ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ સર્વશ્રેષ્ઠ શિક્ષક છે સમય.સમય,એક એવો શિક્ષક જે કોઈ પણના જીવનમાં પ્રત્યક્ષ નથી પણ તેની શીખવેલી કોઈપણ વાત આપણે ક્યારેય ભૂલતા નથી અને તેનું સૌથી મોટું કારણ છે આ શિક્ષકની ખાસિયત.ખાસિયત ન ભણાવવાની,ન સમજાવવાની,બસ પરીક્ષાઓ લેવાની અને એવી પરીક્ષાઓ લેવાની કે જ્યારે તેનો કોઈ વિદ્યાર્થી તેમાં નિષ્ફળ જાય તો સફળતા કેમ મેળવવી તે તેના જ મન દ્વારા તેને સમજાવી દેવાની.અને એવું નથી કે આ શિક્ષક માત્ર મનુષ્ય યોની પૂરતો છે,આ શિક્ષક તો ધરતી પર વસતા ચોર્યાસી લાખ જીવો માટે છે અને નાનકડી કીડીથી માંડીને બ્લુ વ્હેલ જેવા મહાકાય પ્રાણી વચ્ચે પણ કોઈ પણ પ્રકારનું અંતર રાખ્યા વગર સતત અને સતત બધાની પરીક્ષાઓ લઇ બધાને કંઈક ને કંઈક શીખવી રહ્યો છે.અને એટલે જ મારા મને દુનિયાનો સર્વશ્રેષ્ઠ શિક્ષક એ માત્ર ને માત્ર સમય જ છે.
     આજે શિક્ષકદિનના પાવન પર્વે હું મારા આ ત્રણેય શિક્ષકોને સત સત નમન કરું છું.
લેખક :- તેજસ પટેલ
     

Read More

Hi, Read this eBook 'આંગળીઓને સહારે'
on Matrubharti eBooks - https://www.matrubharti.com/book/1284