Quotes by Suresh Goletar in Bitesapp read free

Suresh Goletar

Suresh Goletar

@sureshgoletar
(83)

પાપી પેટ ભરવામાં એટલી મહેનત નથી લાગતી,
જેટલી મહેનત એને ઘટાડવામાં લાગે છે !!
😂😂😂😂😂😂

એ વરસાદ તું ઘણો વરસજે હો,
ઘણા ગરીબ ખેડૂતોએ પોતાની
👨‍👧દીકરીઓના લગ્ન વાવ્યા હશે !!

સમયએ થોડો પલટો શું માર્યો,
સાથ દેવાવાળા કરતા તો ધક્કો
મારવાવાળા વધી ગયા સાહેબ !!

મીઠો, ખાટો તો કદી ખારો છે,
માણસ ક્યાં રોજ એકધારો છે !!

કાગળના ફૂલ તો
જિંદગીભર સાથ આપવા તૈયાર હતા,
બસ સુગંધનો મોહ નડી ગયો !!

કુદરતની અણમોલ રચનાનો એક હિસ્સો છું,
ખોવાયેલો છું પરંતુ એક લાજવાબ કિસ્સો છું !!

પ્રેમનો જ તો આ રીવાજ હોય છે,
એક બીમાર તો બીજો એનો ઈલાજ હોય છે !!

રસ્તો એકજ હોય છે. બસ મનમાં વિચારોજ અલગ હોય છે.

રે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
– આદિલ મન્સૂરી

Read More

પાર્થ (કર્મચારી),

અપ્રાઈઝલ / નથી થયુ, ખરાબ થયુ
ઈન્ક્રીમેન્ટ પણ નથી આવ્યુ ખરાબ થયુ
ઇન્સેન્ટીવ નથી મળ્યુ, એ પણ ખરાબ થઈ રહ્યુ છે.
પગાર કપાઈ રહ્યો છે, ખરાબ થઈ રહ્યું છે.

તું પહેલાના ઈન્સેન્ટીવ મળવાની રાહ ના જો
તું આવનારા ઈન્સેન્ટીવની ચિંતા પણ ના કર
બસ અત્યારના પગારમાં ખુશ રહે,

તારા પાકીટ માં થી શું ગયુ કે રડે છે?
જે આવ્યુ તે અહીં થી જ આવ્યુ હતું.

જ્યારે તું નહોતો ત્યારે પણ આ કંપની ચાલતી હતી
તું છે તોય ચાલે છે, તું જતો રહેશે તોય એ આમ જ ચાલશે…
તું અહીં શું લઈને આવ્યો હતો કે તને ગુમાવવાનું દુખ છે?
જે કાંઈ મળ્યુ એ અહીં જ મળ્યુ
ડીગ્રી લઈને આવ્યો હતો, અનુભવ લઈને જઈશ.

જે કોમ્પ્યુટર આજે તારૂ છે
ગઈકાલે કોઈક બીજાનું હતુ, આવતી કાલે કોઈક બીજાનું હશે
તું એને પોતાનું સમજીને આસક્ત થાય છે, ખુશ થાય છે
આ જ સઘળી પરેશાનીઓનું મૂળ કારણ છે
તું કેમ વ્યર્થ ચિંતા કરે છે…તને કોણ કાઢી શકે છે?
તું નાહકનો જ ડરે છે.

પરિવર્તન એ ઈન્ડસ્ટ્રીનો નિયમ છે
અને આ જ તો તને “પરિવર્તન” નહીં આપવાની ચાલ છે.
અત્યારે તું બેસ્ટ પરફોર્મર છે, કામઢો નંબર વન છે
પણ જો ઈન્ક્રીમેન્ટ માંગીશ તો….
તું વર્સ્ટ પરફોર્મર છે, નકામો નંબર વન છે…
ટારગેટ કદી મેળવી શક્તો નથી…

એપ્રાઈઝલ, ઈન્સેન્ટીવ, પ્રમોશન એ બધુંય મનમાં થી કાઢી નાખ
વિચારો માં થી ય મીટાવી દે…
પછી તું કંપનીનો છે અને કંપની તારી છે,
ન આ ઇન્ક્રીમેન્ટ વગેરે મોહ તારા માટે છે,
કે ના તું આ બધા માટે છે..

બસ અત્યારે તારી નોકરી સુરક્ષીત છે
તો તું શું કામ ચિંતા કરે છે?
તું તારી જાત ને કંપની ને અર્પિત કરી દે,
ઇન્ક્રીમેન્ટ ની ચિંતા ન કર…બસ મન લગાવી ને નોકરી કર…
એ જ સૌથી મોટો ગોલ્ડન રૂલ છે…

જે આ ગોલ્ડન રૂલને જાણે છે તે સુખી છે,
તે આ રિવ્યુ, ઇન્સેન્ટીવ, એપ્રાઈઝલ, પ્રમોશન આદી મોહ ના બંધન માં થી સદા માટે મુક્ત થઈ જાય છે.
તો તું પણ આ મુક્તિ માટે સદા પ્રયત્ન કર

P. S. : છઠ્ઠા પગાર પંચની ભલામણો ય તારા સેક્ટર માં લાગૂ પડ્તી નથી…તે તારી જાણ ખાતર

તારો બોસ (કૃષ્ણ)

– ડૉ. આઈ. કે. વિજળીવાળા

Read More