Quotes by Sujal Desai in Bitesapp read free

Sujal Desai

Sujal Desai

@sujaldesai05gmailcom


#LoveYouMummy

ઓ મારી મમ્મુડી,

આ 'મમ્મુડી' શબ્દ વાંચતા જ તારા મોં પર જે સ્મિત આવ્યું એ મને દેખાય છે, અને લે એની સાથે જ તને આ બાથ ભરીને બે-ચાર પપ્પીએ કરી લીધી.
મમ્મી વગર તો કોઈ ને જ ના ચાલે.. બાળપણમાં મમ્મી હોય તો બીજુ કોઈ ના જોઈએ..
પણ મમ્મી તારી બધી મમતા અને વ્હાલ નો અહેસાસ તો હું 'મા' બની ત્યારે થયો..
મારા બાળપણ થી માંડી મારા 'મા ' બનવા સુધીનાં આ સફરમાં તારો સંગાથ ,સથવારો ,હૂંફ અને મમતા જ આજે મને જીવન જીવતા અને માણતા શીખવાડે છે.
મનની દરેક ગૂંચવણોનો ઉકેલ તું આપી દે છે.
આજેય તારો અવાજ સાંભળી બધો થાક ઊતરી જાય છે અને દુનિયાનાં સ્વર્ગ સમો તારો ખોળો બહુ યાદ આવે છે..
મારા મનનાં અરીસા જેવી તું મને બહું યાદ આવે છે.
-તારા પડછાયા સમી હું તને બહું પ્રેમ કરું છું

Read More

દસ આંકડા
મોબાઈલ રીપેરીંગની દુકાનમાં એક કાકા આવીને ફરિયાદ કરવા લાગ્યા કે મારો મોબાઈલ ખરાબ થઈ ગયો છે.દુકાનવાળા કાકાએ મોબાઈલ ચેક કરીને કહ્યુ ભાઈ મોબાઈલ તો બરાબર છે.કાકા કહેવા લાગ્યા ,”તો મારા દિકરાનો ફોન કેમ નથી આવતો, અમેરિકાથી!”
દુકાનવાળા કાકાએ કહ્યું ,”કાકા દસ આંકડા જ દબાવવાનાં છે!”

Read More

Hubby તને મારા પર ભરોસો નઇ’કે...
સસરા નો સ્વભાવ જરા તીખો,
એમને તો ભાવે પાછો રોટલો,
રોટલાનો આકાર કેવો ગોળ ગોળ ,
Hubby તું મારા સંગે મીઠું મીઠું બોલ બોલ...
Hubby તને મારા પર ભરોસો નઇ’કે...
સાસુજીનો સ્વભાવ જરા ખાટ્ટો,
કમરમાં પેરે છે પટ્ટો,
પટ્ટાનો આકાર કેવો ગોળ ગોળ,
Hubby તું મારા સંગે મીઠું મીઠું બોલ બોલ...
Hubby તને મારા પર ભરોસો નઇ’કે...
દિયરનો સ્વભાવ જરા મીઠ્ઠો,
પાનનો મોઢામાં રાખે બીડલો,
બીડલાનો આકાર કેવો ગોળ ગોળ,
Hubby તું મારા સંગે મીઠું મીઠું બોલ બોલ...
Hubby તને મારા પર ભરોસો નઇ’કે...
નણંદ નો સ્વભાવ જરા કડવો,
ને ભાવે એને તો લાડવો,
લાડવાનો આકાર કેવો ગોળ ગોળ,
Hubby તું મારા સંગે મીઠું મીઠું બોલ બોલ...
Hubby તને મારા પર ભરોસો નઇ’કે...
જેઠનો સ્વભાવ જરા તૂરો,
ખીસામાં સોપારીનો ચૂરો,
સોપારીનો આકાર કેવો ગોળ ગોળ,
Hubby તું મારા સંગે મીઠું મીઠું બોલ બોલ...
Hubby તને મારા પર ભરોસો નઇ’કે...(3)

Read More

જુઓને આ કિંમતી ઘરેણું મારું….

મમ્મીની ટકોરોનાં મોતી જડેલું 'ને,
પપ્પાનાં વ્હાલના પાણી ચડેલું 'ને,
દોસ્તોના સાથની ડોરે ઘડેલું ..

જુઓને આ કિંમતી ઘરેણું મારું….

જાદુઈ એવું કે મારી સાથે વધતું જાય,
હું દિવસે વધું ને એ બમણું થાય,

જુઓને આ કિંમતી ઘરેણું મારું….

મારા દરેક બોલમાં એ છલકાય ,
ને મારા સ્મિતમાં એ વહેતું જાય,
વળી ક્યારેક બીજાનેય પ્રેરતું જાય..

એવું આ કિંમતી ઘરેણું મારું….

જિંદગી જો ચાલે તાલ -બે-તાલ,
ગિરવે મૂક્યું એને ઠેક-ઠેકાણ..
વર્ષોનાં વાણામાં ખૂબ આવ્યું કામ,
એના જ તાન માં સર થાય સહુ મુકામ..

એવું આ કિંમતી ઘરેણું મારું….

મૂકાઈ જાય જો ક્યારેક આડા હાથે,
તો ચાલ્યા કરુ (પ્રભુ) તું જ સહારે...

એવું આ કિંમતી ઘરેણું મારું….

મારાં જેવું જુઓ સૌની પાસ,
નજર દોડાવો અંતર માં ખાસ,
ઘરેણું એ નામે આત્મવિશ્વાસ...

સાચવજો કરુ છું આ મીઠી પહેલ...
એના વગર નહિ બંધાય સપનાં ના મહેલ...

Read More