Quotes by Suresh Parmar in Bitesapp read free

Suresh Parmar

Suresh Parmar

@sp443187gmailcom


દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે…

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે…

Read More

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

Read More

મૈત્રી તો પળપળમાં ઘુંટવાની વાત
મૈત્રી તો તારામાં મારા હોવાનો
એક મુઠ્ઠી ઊંચેરો સંબંધ

તારા સહુ ઘાવ મારા કાળજામાં મ્હોરે 
એ સગપણને નામ તે શું દેવું? 
પગમાં ખૂંચેલ કોઈ કાંટાની પીડામાં 
રડતી બે આંખના જેવું 
મૈત્રી તો મનખાનો મીઠો મેળાવડો 
મૈત્રી તો થાક્યાનો સ્કંધ

હોઠ તારા ફફડે ત્યાં આંખ મારી સમજે
એ વણબોલ્યા શબ્દોનું રૂપ 
સાવ રે અચાનક તું બોલતો રહે ત્યારે 
રહેવાનું હોય મારે ચૂપ 
મૈત્રી તો દુઃખ સુખમાં મ્હોરવાની ઘટનાને 
મૈત્રી અદ્વૈતનો નિબંધ

મૈત્રી તો તારામાં મારા હોવાનો
એક મુઠ્ઠી ઊંચેરો સંબંધ

Read More