Quotes by Soul ..my own Think in Bitesapp read free

Soul ..my own Think

Soul ..my own Think

@soul201026


# "જયારે તું સાથે હોય છે"


નથી રહેતો 'હું 'યાદ મને,
જયારે તું સાથે હોય છે,.....!
'ચકોર' બની નીરખ્યા કરું બસ મુખ તારું 'હું'
જયારે તું સાથે હોય છે,....!
દિવસ આખો બની જાય છે 'ક્ષણ' માત્ર ત્યારે ,
જયારે તું સાથે હોય છે,.....!
'પાગલ' કરે છે મને મંદ.. મંદ.. એ 'મહેક' તારી,
જયારે તું સાથે હોય છે'......!
ભૂલી જાઉં છું ખુદ..' ખુદા' ને હું ત્યારે,
જયારે તું સાથે હોય છે'......!
'મહેફિલ' સમો લાગે છે સાથ તારો,
જયારે તું સાથે હોય છે,.....!
મળે છે 'રાહત' દુનિયા થી દુર 'ખોળે' તારે,
જયારે તું સાથે હોય છે,.....!
શબ્દે..શબ્દે..બની જાય છે તું 'કવિતા' મારી,
જયારે તું સાથે હોય છે,.....!


- Soul

Read More

આપણા ચેહરા પરના "હાસ્ય "માટે,
જવાબદાર' એવી
*નાનામાં નાની *વ્યક્તિના આપણે `આભારી` થવુ જોઈયે

#રોન્ગ નંબર
મારાથીયે વધારે એને મારો નંબર યાદ હતો ,
હેરાનીની વાત તો એ હતી ...કે ...
આજે એ સામેથી ફક્ત એટલું બોલી -
- હેલો ...!
"રોન્ગ નંબર".

Read More

#તું મને શીખવ

હવે તારા વગર કેમ રહેવું
.... તું મને શીખવ....
તારો નશો એવો તો ચડ્યો છે ,કે-
હવે ઉતરવાનું નામ નથી લેતો,
નશેડી કહેવાથી કેમ બચવું,
.....તું મને શીખવ
સાદ અન્ય નો સાંભળવા છતાં ,
પડઘો તુજ નો સંભળાઈ છે ,
એ ભ્રમ ના વમળ માંથી કેમ નીકળવું
...... તું મને શીખવ
વિરહ ના રણમાં ખોવાયેલી કવિતા છે તું મારી,
ફરીથી તને કેમ લખવી,
..........તું મને શીખવ

-soul

Read More

#મૂર્ખ

દરેક 'મૂર્ખ' વ્યક્તિ પોતાને ,
બીજા કરતાં..
વધારે *બુદ્ધિશાળી* સમજે છે..¡¡¡

ઓ ખુદા..!
ઇસે તેરી 'અદા' સમજુ , યા તેરા 'મતલબ'...
ઇતના *હુનર*દેતા હી ક્યુ હૈ..
જબ વાપસ છિન્ના હી થા તો...?????

'ડર' લાગવા માંડ્યો છે હવે તો,
તારાથી દુર રહી રહી ને....
આ તો,આભારી છું આ 'ઊંઘ'નો ...કે,
તને મળવાનું બહાનું તો મળે છે ,
બે ઘડી... વધારે વિતાવવા માંગતો હતો.. ,તારી સાથે ,
તો, લોકોએ 'ઊંઘ 'ને પણ બદનામ કરી નાખી ,
મને *ઊંઘણશી *કહી કહી ને.....

Read More

#કટું
'કડવો' અને 'મીઠો' ઘૂંટ તો, સહું પીએ છે અહીં ...
ચાલ ને ! આજે ...!
બન્ને નું 'કોકટેલ' બનાવીએ ,
જોઇયે તો ....ખરા...!
કોણ બદલાય છે....???
*જીભ નો સ્વાદ* ...કે પછી...* માણસ નો સ્વભાવ*.

Read More

#નિર્દય

'નિર્દય' તો અહીં ઘણા પડ્યા છે ,
એક વાર ' દયાળુ ' બનીને તો જો,
તારા થી 'ધનવાન' જગત માં
બીજું કોઇ નહીં હોય.

Read More

#બળવાખોર

ખુદ,ના 'હક્ક'માટે લાડનાર ને
જો... અહીંયા ..
"બળવાખોર" કહેવાતા હોય તો...!!
એ 'ઉપનામ' ધારણ કરવા
હું ,સદા તત્પર છું.

Read More