Quotes by Soham Desai in Bitesapp read free

Soham Desai

Soham Desai

@sohamdesaiymail.com4526


ન કોઈ હદ ઉંમરની
ન કોઈ સન્માન જાત-પાતનું ...
પ્રેમ છે... જેને ઈચ્છે તેને તે સમયે નચાવી દે છે ...

નેતૃત્વ કરવા સક્ષમ બને એ પેહલા જાતનો વિકાસ કરવો એ સફળતા છે ..
નેતૃત્વ પામ્યા બાદ..અન્યોનો વિકાસ એ જ સફળતા છે ...

Read More

તને મારી તરસ લાગે
બસ એ જ ક્ષણ મને સરસ લાગે !!!

સરી જતા બાળપણને નામ :
નાનપણમાં ભરબપોરે પણ પૂરો મહોલ્લો માપી આવતા...
જ્યારથી ડિગ્રીઓ સમજમાં આવી, પગ બળવા લાગ્યા ...

Read More

કોઈ પણ વ્યક્તિના સંપૂર્ણ પરિચયમાં ના હોવ તો એની જિંદગીના એક બે ચેપટર જે તમે જાણો છો એના આધારે એની પૂરી જિંદગીની વાર્તા જાતે ના બનાવી લેશો...શક્ય છે તમારી નજરમાં વાલિયા લૂટારાનું પાત્ર ભજવતો એ કોઈક બીજી જગાએ વાલ્મિકી તરીકે માન પામતો હોય...

સુપ્રભાત...

Read More

દફનાવેલી કેટ કેટલી ઈચ્છાઓ છે એ બિલકુલ ના પૂછ....
દર વખતે ઉજડીને પણ આબાદ રહ્યું છે એ શહેર છું હું ....

'દિવાલો' હાંફતી હોય કે ટપકતી 'છત' ...
મનની શાંતિ તો પોતાના ઘરમાં જ હોય છે ...

સુપ્રભાત ...

જાતને વાંચું છું ને પછી ટાળી દઉં છું ...
એકાદ પાનું અનુભવનું , રોજ એક વાર વાળી દઉં છું....

ઉમર વધવાની સહુથી મોટી ભેટ એ છે કે જુવાનીમાં જેની તીવ્ર ઈચ્છા હતી, પોષાતી નહોતી અને એના વગર જીવી ના શકાય એવી મહત્વ ધરાવતી વસ્તુઓની આ ઉંમરે જરૂર પણ નથી જણાતી ...

Read More

પોતાના રસ્તા પર ખોવાઈ જવું એ તે રસ્તાને પામવાના એક રસ્તા બરાબર છે જેના પર તમારે હકીકતમાં હોવું જોઇએ ...