Quotes by Swati Naik in Bitesapp read free

Swati Naik

Swati Naik

@snutopiagmailcom


#શરૂઆત
અસ્ત પામ્યો સૂર્ય આ..
એવું તમે કહો નહિ,
આ સાંજની શરૂઆત છે...આ રાતની શરૂઆત છે.
અંધકાર છે , એકાંત છે , ભલેને તું ડરીશ નહિ,
અજવાળું કાલે આવશે, પ્રતિક્ષાની એ શરૂઆત છે.
છે બંધ દ્વાર મંદીરોના તો ય ના દુઃખી થવું,
બારણાં ભીતરના એ ખુલવાની બસ શરૂઆત છે.
દુઃખ બીજું કાંઈ નથી, સુખ આવવાનો માર્ગ છે
જેમ મૃત્યુ ફરી કોઈ જીવનની બસ શરૂઆત છે.
શબ્દો તારા ઠાલવી શકે જો લાગણી ને તો
ભીતર કોઈ નવી કૂંપળ ફૂટવાની બસ શરૂઆત છે..

Read More