Quotes by Snehal Tanna in Bitesapp read free

Snehal Tanna

Snehal Tanna

@snehaltanna
(24)

#kavyotsav_2

દિલને દિલથી ચાહવાની આદત છે,
આતમ ચાહે તો માનું કે પ્રેમ છે તને;

હાથને હાથમાં લેતાં ધ્રુજવાની આદત છે,
રુહ કાંપે તો માનું કે પ્રેમ છે તને;

આંખને આંસુ સારવાની આદત છે,
આંસુ રોકે તો માનું કે પ્રેમ છે તને;

મનને તો મનથી મનાવવાની આદત છે,
જખમ ભરી જાણે તો માનું કે પ્રેમ છે તને;

હોઠને હોઠથી ચૂમવાની આદત છે,
મસ્તક ચૂમે તો માનું કે પ્રેમ છે તને;

માન્યું કે આતમને પણ ચાહવાની દાનત છે,
અંતરમાં ખુદા ભાસે તો માનું કે પ્રેમ છે તને..!!!

Read More

#kavyotsav_2

ખોઈ બેઠો,
ભરોસો; ભરોસા પરનો,

પડયો હેઠો,
ભોંય પર જ; ભરોસો,

જાણે કર્યો,
કાંકરી મારીને ગાલ રાતો,

અંગે અંગમાં,
ફેલાવીને વિરહની વાતો,

હારી ગયો,
આછેરો મેળાપ,

આપી ગયો,
જાજેરો વિલાપ

Read More

#kavyotsav_2

બા-દાદા

આજે ફરી તમે યાદ આવ્યા..

પ્રેમ અને નફરતની ગણતરી ચાલતી હતી,
વ્હાલની વાત આવી, તો તમે યાદ આવ્યા;

પડોશના બા ને ઢોલના તાલે ગરબા લેતાં જોઈ,
બા તમે આજે ફરી યાદ આવ્યા..

જૂનાં કબાટમાંથી ઢીંગલી મળી આવી; ઢીંગલી કહેનારા,
દાદા તમે મને ફરી યાદ આવ્યા;

મમ્મીએ બનાવેલાં અથાણાંની બરણી નજરે પડી,
એમાં બોળીને કોળિયો કોણ આપશે, તમે યાદ આવ્યા..

આજે સવારે જ્યારે પપ્પા ખિજાયા તો રિસાઈ જવાયું,
ખોળામાં બેસાડી મનાવશે કોણ, તમે યાદ આવ્યા;

ઉનાળાની ગરમીમાં છાંયડો તો મળી ગયો,
પણ હૂંફ શોધવા નીકળી, તો તમે યાદ આવ્યા..?

Read More

#kavyotsav_2

પિંજરું
તોડવું છે..

રિવાજોના બંધનમાં
કેદ થયેલાં
એક પંખીને છોડવું છે..

એક અંધારી રાતમાં,
જાત સાથેના સંગાથમાં,
કોઈ સૂમસામ માર્ગમાં,
ઉઘાડા પગે દોડવું છે..

એક અજાણી આંખમાં,
કુદરતના સહવાસમાં,
કોઈ ગુમનામ રાહમાં,
ખુલ્લા મનને જોડવું છે..

પિંજરું
તોડવું છે..?

Read More

#Kavyotsav_2

કોરી પાટી સમાન
મારાં હ્દયમાં
તે ઘૂંટેલો એંકડો,

ને એ ક્યારેય
ન ભૂંસવાના
સંકલ્પ સહ
મારાં પ્રેમ રૂપી
અક્ષરજ્ઞાનનો
પહેલો પાઠ
મને હજું યાદ છે,

તારાં હ્દયની
ચોપડી આપીશ મને?
તને પામવાની
પરીક્ષામાં ઉતીર્ણ
થવા માટે એમાંથી
થોડીક પળો મારે
ઉધાર જોઈએ છે,

અને હા,
ઈચ્છા થાય તો
મારાં દિલનો
પડઘો સાંભળી
લઈશ?
મારી ગુરુ દક્ષિણા ય
ઉધાર છે ને..!!?

Read More