Quotes by SNEHA CHAUHAN in Bitesapp read free

SNEHA CHAUHAN

SNEHA CHAUHAN

@snehachauhan095gmail.com9343


પંખીઓને જોઈ મને
આવ્યા ઘણા વિચાર,
નથી બેંકમાં ધન
નથી અનાજ કે ઘરબાર,
શું ખાવા મળશે ને ક્યાં
નથી કોઈ ખબર,
તાપ ને ઠંડી સહન કરે છે
બારેમાસ બેશુમાર,
છતાં સવારે ઉઠી આનંદથી
કરે છે કલબલાટ,
પ્રભુ પર શ્રદ્ધા રાખી
જીવે છે દિવસ અને રાત,
અને દેખો વિશ્વમાં શક્તિશાળી આ માનવજાત,
બધું હોવા છતાંય રોજ કરે છે પ્રભુને ફરિયાદ !!
sneha_

Read More

ના સફર ના કોઈ મંજિલ,
બસ એક રસ્તો થવા માગું છું,

ક્યાંક દૂર કોઇ જંગલ માં,
સ્થિર દરિયો થવા માગું છું,

એક જિંદગી થવા માંગુ છું જ્યાં,
ના હોય રિશ્તા ન કોઈ રિવાજ,

દૂર આકાશમાંથી પડતા,
આ ઝરણામાં ખોવા માગું છું,

હું આજ 'હું' થવા માગું છું.
#પોતે

sneha_

Read More

મારી તણું સગપણ રાખવું,
વાતમાં થોડું ગણપણ રાખવું!

ઉંમર થાય તો ભલે થાય,
મનથી આઘુ ઘડપણ રાખવું!

જીવવાની આવશે તો મજા,
મનમાં એકાદ વળગણ રાખવું!

કરો ટીકા બીજાની તો ભલે,
સામે ચોક્કસ દર્પણ રાખવું!

લો મદદ તો કોઈની જીંદગીમાં કદી,
એનું સદાય ઋણ પણ રાખવું!

મળે સિધ્ધિ તે નિયતિનો ખેલ,
ગુમાન કદી ના સહેજ પણ રાખવું!

#રાખવું .
sneha_

Read More

#પતંગ

"પતંગ ને ચગાવતા અને સંબંધ ને
સાચવતા આવડી જાય ને સાહેબ,
તો પછી કપાવવાની કોઈ શક્યતા જ નથી રહેતી."