Quotes by Setu in Bitesapp read free

Setu

Setu Matrubharti Verified

@shweta_patel
(2.5k)

દુનિયાની પળોજણમાં હું કેમ પડી ગઈ?
મારા માટે જીવવાનું હું કેમ ભૂલી ગઈ?
ભલે કોઈ સ્વાર્થી કહી દે તોય
વચન આપું છું ખુદને....જીવીશ હવે મારા માટે...મારા અહેસાસ માટે!

- સેતુ

Read More

મતલબી સંબંધો નિભાવવા કરતા એકલતા સારી!

- સેતુ

મારી ઉદાસીમાં તારા હાથમાં મારો હાથ....
એ જ આપણો વેલેન્ટાઇન ડે!
મારી ખુશીઓમાં તારો અહેસાસ....
એ જ આપણો વેલેન્ટાઇન ડે!
મારી તકલીફમાં તારી રાહત...
એ જ આપણો વેલેન્ટાઇન ડે!
તારો સંગાથ એટલે....
મારે તો રોજ જ વેલેન્ટાઇન ડે!
- સેતુ

Read More

સાવ ખારા નમકને પણ મીઠું કહે એવી મધુરી મારી માતૃભાષા!

૨૪ ઓગસ્ટ એટલે કવિ નર્મદના જન્મ દિવસે ઉજવાતા
વિશ્વ ગુજરાતી ભાષા દિવસની આપ સૌને શુભેચ્છા!

- સેતુ

Read More

ગઈકાલે વ્યક્તિ શું હતો એ મહત્વનું નથી પરંતુ એનો વર્તમાન એનું ભવિષ્ય નક્કી કરે છે!

- સેતુ

ભટકેલાને રાહ દેખાડે એ સમય,

ઠોકર વાગી હોય ને ઊભા થતાં શીખવે એ સમય,

સાચા ખોટાંનો અહેસાસ કરાવે એ સમય,

સમય એ દરેક માટે સૌથી મોટો ગુરુ છે!

સમય રૂપી ગુરુને ગુરુપૂર્ણિમાનાં કોટી કોટી વંદન!!!

- સેતુ

Read More

એક હૂંફ જે વગર ધાર્યે મળે એ વડલો એટલે પિતા....
નિરાશાઓના ટોપલામાં એક આશાનું કિરણ લઈને આવતો પ્રેમ એટલે પિતા.....
બધું જ બરબાદ થઈ ગયું હોય એમ લાગે અને એમાંથી બહાર નીકળવાનો માર્ગ એટલે પિતા....
સ્મિત સાથે બધા દુઃખો ભૂલીને બાળકોને ખબે લેનાર કોઈ વ્યકિત એટલે પિતા....

હેપ્પી ફાધર્સ ડે!!!

- સેતુ

Read More

મારા માટે સુરત એટલે,
વીર નર્મદના સંસ્કાર,
તાપીના ભેજની ટાઢક,
ડુમસના મોજાની મહેક,
ઘારીની ગમતી મીઠાશ,
ખમણ લોચાની ખટાશ,
ત્યાંની બોલીની ભીનાશ
ને મારું પ્રિય પિયર!!!

😎😎😎

- સેતુ

Read More

સબંધો આજેય એટલા જ વિશાળ છે,માત્ર 'હું' જ નડી જાય છે સૌને!

- સેતુ

નવદુર્ગાની ઉજવણી માટે આજે ઘણાં ફોન રણક્યા કે મારી દીકરીને જમવા મોકલું, બસો મકાનની વસ્તીમાં આજે છોકરીઓ નથી મળતી , એવું જ સમાજમાં પણ સર્જાઈ રહ્યું છે યુવકોના લગ્ન માટે! એવો તે કેવો પુત્ર મોહ??? મને ખૂબ ગર્વ છે કે મારા ઘરે દીકરી છે!

- સેતુ

Read More