Quotes by Shreyansh Kayasth in Bitesapp read free

Shreyansh Kayasth

Shreyansh Kayasth

@shreyanshkayasth5130


માણસ ને માણસ તરીકે જોવાથી કોઈ પણ કાર્ય સહેલાઈથી થશે.

પણ માણસ ને પોતાના વ્યક્તિગત કારણો થી મશીન માનવાથી થોડા સમય મા નુકસાની નો આંકડો જ વધે બાકી કાંઈ ના થાય.

#માણસ #જીવન

Read More

કોરોના એ એક વાત શીખવાડી દીધી

કામો ના ઢગલા પતાવી ને પણ નવરાશ મળી શકે છે.
#નવરાશ

માત્ર ૨-૪ કલાક પૂજા અર્ચના કરીને જીવન સુધરી જશે તેવું કહેવા વાળા પંડિતો જ્યારે
"કર્મ શું કરો છો?" તેમ પૂછતાં થઈ જશે તે દિવસે દેશ નો ઉદ્ધાર નિશ્ચિત છે.

#કર્મ

Read More

જો તમારા પર ભરોસો રાખી કોઈ વ્યક્તિ સૌથી અંગત વાત પણ કરી શકે તો તમે કોઈના જીવન નું રત્ન છો

રત્ન ને કાચ બનાવવાની ભૂલ ના કરતા
#રત્ન

Read More

૧૦ વ્યક્તિ પાસે કોઈની માહિતી લેવા કરતા
૧ વ્યક્તિ ( જેના વિશે પૂછવાનું હોય તે) ને પૂછી લેવું સારું

કારણકે દુનિયા ને દૂધ માં પાણી ની ભેળસેળ પછી પણ તે દૂધ જ લાગે છે.
#પૂછપરછ

Read More

વિચારીને લીધેલા બધા નિર્ણય સાચા જ હોય તે જરૂરી નથી
ત્વરિત લીધેલા બધા જ નિર્ણય ખોટા હોય તે જરૂરી નથી

#ત્વરિત

Read More

ક્યારેક લોકો ને બીજા માટે પ્રાર્થના કેમ કરવી તે સમજાવું મુશ્કેલ હતું.
અચાનક કોરોના કાળ આવ્યો અને માઇક્રો કંટેનમેન્ટ ઝોન આવ્યું અને લોકો પોતાની સાથે બાજુ વાળા પણ સ્વસ્થ રહે તે પ્રાર્થના કરવા લાગ્યા.

( સકારાત્મકતા શોધવાની ના હોય મળી જ જાય)

#મુશ્કેલ

Read More

સંઘરવા માટે લાગણી ઓ નો કોથળો હોય તો બેંક બેલેન્સ થોડું ઓછું હસે તો પણ ચાલી જાય છે
#સંઘરવું

વ્યક્તિ ને મૃત ત્યારે ના સમજવો જ્યારે તે શ્વાસ લેવાનું બંધ કરે
વ્યક્તિ ને મૃત ત્યારે સમજવો જ્યારે તે કોઈને માટે લાગણી રાખવાનો મોકો આપવાનું જ બંધ કરી દે
#મૃત

Read More

શ્વાસ લેવું તે જીવંત હોવાનો પુરાવો હોય તો તમે "હ્યુમન" છો
લાગણી ના તાંતણા બાંધી ને શ્વાસ લઈ શકાય તો તમે માણસ છો
#જીવંત

Read More