Quotes by Shalin Patwa in Bitesapp read free

Shalin Patwa

Shalin Patwa

@shalinpatwayahoo.com6625


#અવરોધ

અવરોધને પાર કરી નદી સતત વહયાકરે છે.
જીવનમાં પણ આવા અવરોધ આવે પણ તેને પાર કરી જીવી જાય તે જ સંસાર સાગર તરી જાય છે.
પણ ધણી વાર અવરોધ સોરો પણ છે,
ગતિ ને અવરોધવા થી ભયાનક દુર્ઘટના ટળે છે.
ધમાલને અફડાતફડીને દોડાદોડીના જીવનને અવરોધવા કુદરતે કોરોના મોકલ્યો કે આપણે જરા ધીરા પડીએ કુદરતની પીડા જાણીએ.
ઓ મનુષ્ય હવે તો કાંઈક સમજ બીજાી બધી જાતિઓને અવરોધીને બહુ આગળ વઘયો થોડો થંભ,
દુનિયા સૌની સહિયારી એ તું સમજ

- મોની શાલિન

Read More

પ્રાર્થના / Meditation / #Zen

મારી પ્રાર્થનામાં તું મને સાંભળ જે પ્રભુ,
તારું ધ્યાન ધરી હું તને સાંભળું હે પ્રભુ...

ખોટા રસ્તે જતો રોકી, રસ્તો મને બતાવજે,
પ્રલોભનોથી રહી દૂર, સત્કર્યોના પંથ મને દેખાડ જે...

તારા મંદિર બહાર હું આડંબર કેરા અભરખા ઉતારી દઉં,
જેવો છું તેવો જ હું શુદ્ધ થઈ બહાર આવું...

આપ્યું છે તે મને ઘણું જ, તેમાં સદા સંતોષી રહું,
મારા થકી સ્વજનોમાં વહાલ ને લોકજગતમાં શાંતિનો ધોધ વહાવ્યાં કરું...

પ્રણામ 🙏

મોની શાલિન

Read More

મારી પત્ની જાણે સચીન તેંડુલકર, 

દરેક વાત માં મારે સીકસર 

 

બહાર હોય કે ઘર,

બઘી જ તેને ખબર 

 

તમે કહો જઇએ ઉત્તર, 

તેના પ્રશ્ર્નો સામે નીરુત્તર 

 

પ્રશ્ર્ન હોય સાસરીનો કે પિયર પક્ષનો, 

તેના જવાબ હંમેશા નિષ્પક્ષનો 

 

હાર માનવી તે એના વિચારમા નથી, 

દરેક સંજોગોમા જીંદગી જીવી જાણે એવી 

 

જો જીતવી હોય લગ્ન જીવનની મેચ, 

કરી લો પત્નીનો દરેક બોલ (શબ્દ) કેચ 

 

– શાલિન પટવા

Read More

પ્રેમ અને મિત્રતા

પ્રેમ અને મિત્રતા
બેઉ છે હૃદયના તાર

પ્રેમ ત્યાગ અને બલિદાનનું પ્રતિક
મિત્રતા વિશ્વાસનું પ્રતિક

પ્રેમ બે શરીરની એક આત્મા
મિત્રતા ઘણાબધા શરીરનું એક દિલ

પ્રેમમાં એકબીજાને સમજવા-સમજાવવાનું
મિત્રતામાં વગર કહ્યે કરવાનું

પ્રેમમાં ઠોકર લાગે
મિત્રો ઠોકરથી બચાવે

પ્રેમ એટલે પસંદગીનો સ્નેહ
મિત્રો એટલે સ્નેહની પસંદગી

પ્રેમ રાધા કૃષ્ણની કહાની
મિત્રતા કૃષ્ણ સુદામાની કહાની

આમ જુવો તો

પ્રેમ અને મિત્રતા કાંઈ જુદા નથી
પણ દરેક પોતાની જગ્યાએ કાંઈ ઓછા ય નથી

– શાલિન પટવા

Read More

માનવી / જિંદગી / ફક્ત

મારી આ જિંદગીમાં
તન મૂકીને દોડ્યો,
મન મૂકીને દોડ્યો ,
ફક્ત
ધન પાછળ જ દોડ્યો

મારી આ જિંદગીમાં
ના જોઈ રજા
ના કોઈ મઝા
સમજ્યો ફક્ત
ધન જ છે એક મઝા

મારી આ જિંદગીમાં
ના જોયો દિવસ
ના જોઈ રાત
સમજ્યો ફક્ત
ધન જ એક વાત

મારી આ જિંદગીમાં
ના બાંધ્યો સામાજિક સંબંધ
ના બંધાયો કૌટુંબિક સંબંધ
સમજ્યો ફક્ત
પૈસો જ મારો ભાઈબંધ

મારી આ જિંદગીમાં
(CORONA VIRUS થકી)
કુદરતે માર્યો એક મોટો ઝટકો
જાણે જિંદગીને પડ્યો એક મોટો ફટકો,
સમજ્યો ફક્ત ત્યારે જ
સૃષ્ટિના નિયમોનો ના થાય કટકો

મારી આ જિંદગીમાં
ચોખ્ખું, નિર્મળ, નિર્વિઘ્ન, સ્વરછ આકાશે,
પશુ પંખી વિચરે મોકળાશે
સમજ્યો ફક્ત ત્યારે જ
જ્યારે માનવી પુરાયો પાંજરે

મારી આ જિંદગીમાં
જ્યારે નથી નીકળાતું બહારે,
કરી ડોકિયું પોતાના ભીતરે,
સમજ્યો ફક્ત ત્યારે જ
જયારે કશું નથી આપણા હાથમાં ત્યારે કે અત્યારે

મારી આ જિંદગીમાં
લીધું છે સંપુર્ણ બલિદાન પ્રકૃતિનું,
મળ્યો છે મોકો ત્યજવાનો સ્વર્થીપણું,
સમજ્યો ફક્ત ત્યારે જ
મળ્યો છે સુવર્ણ મોકો સુખ પામવાનું

મારી આ જિંદગીમાં
હતું સુખ મારી આજુબાજુમાં,
દેખાયું છે ત્યારે પડ્યો શાંત કરી ઉધામા,
સમજ્યો ફક્ત ત્યારે જ
ચિંતા સઘળી ટાળીને નવકાર / ઓમકાર જ આપણા સહારા.

શાલીન પટવા

Read More