Quotes by Shailesh Rathod in Bitesapp read free

Shailesh Rathod

Shailesh Rathod

@shaileshrathod.sr
(75)

ખંભાત

epost thumb

કોરોના વોરિયર્સ

epost thumb

કોરોનાથી બચવાનો ઉપાય
રોગપ્રતિકારક શક્તિ વધારો
આ રહ્યા ઉપાય
આ વિડિયો તમારું સ્વાસ્થ્ય સુધારી દેશે.
https://youtu.be/oCycP8PWWQs

Read More

આ ફોટો પાડીને એવોર્ડ મળ્યો છતાં જર્નાલિસ્ટે કરી આત્મહત્યા

જુઓ આ ફોટો. આ એક વિશ્વ પ્રસિદ્ધ ફોટો છે. જેને અનેક લોકોએ જોયો હશે.
આ ફોટાનું નામ આપવામાં આવ્યું હતું "ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ"
આ ચિત્રમાં એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે. આ તસ્વીર દક્ષિણ આફ્રિકન ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા1993 માં સુદાનનાં દુકાળ સમયમાં ખેચવામાં આવી હતી અને એ ફોટા માટે તેમને પુલિતઝર પુરસ્કારથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્ટર આ આદરનો આનંદ થોડા દિવસ જ ઉઠાવી શક્યો કારણ કે થોડા મહિના પછી 33 વર્ષની ઉંમરે તેણે વિષાદથી/ઉદાસીનતાને કારણે આત્મહત્યા કરી હતી.
શું થયું?
વાસ્તવમાં જ્યારે ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર એમને મળેલ પુલિતઝર પુરસ્કારની ઉજવણી કરતા હતા ત્યારે સમગ્ર વિશ્વમાં મુખ્ય ચેનલ અને નેટવર્ક પર ચર્ચા કરવામાં આવી હતી. તેમનો વિષાદ ત્યારે શરૂ થયો જ્યારે એક 'ફોન ઇન્ટરવ્યુ' દરમિયાન કોઈએ પૂછ્યું કે તે છોકરીનું શું થયું? કાર્ટરે જણાવ્યું હતું કે તે જોવા માટે તે રોકાઇ શક્યો ન હતો કેમ કે તેમને ફ્લાઇટ પકડવી હતી.
આ જવાબ સાંભળીને તે વ્યક્તિએ કહ્યું

"હું આપને જણાવી દઉં કે એ દિવસે ત્યાં બે ગીધ હતાં. જેમાંથી એકનાં હાથમાં કેમેરો હતો."

આ સાભળીને કેવિન કાર્ટર એ હદે વિચલિત થયો અને એ પછી તે ડીપ્રેશનમાં ચાલ્યો ગયો. અને અંતમાં તેણે આત્મહત્યા કરી.
કોઈ પણ સ્થિતિમાં કંઈક પ્રાપ્ત કરવા પહેલાં માનવતા આવશ્યક છે.
કેવિન કાર્ટરે જો એ સમયે તે બાળકીને ઉઠાવીને યુનાઈટેડ નેશન્સના ફીડિંગ સેન્ટર સુધી પહોંચાડી હોત તો એ બાળકીની સાથે આજે એ પણ જીવીત રહ્યો હોત.

બીજી વખત આ વાક્ય રીપીટ કરૂ છું,

"કોઈ પણ સ્થિતિમાં કંઈક પ્રાપ્ત કરવા પહેલાં માનવતા આવશ્યક છે".

Read More