Quotes by ᴠɪꜱʜɴᴜ ꜰꜰ in Bitesapp read free

ᴠɪꜱʜɴᴜ ꜰꜰ

ᴠɪꜱʜɴᴜ ꜰꜰ

@sanuravishnu2gmail.com133421


છે ઘણું આ જીવનમાં માણવા જેવું...
પણ ક્યા કોઇ માણવા દે છે ?

હજુ ગઈ નથી એક મુસીબત ત્યાં.. ,
બીજી કોણ આવવા દે છે ?

જાણું છું હું આ જીવન રૂપી રમત ને...,
પણ ક્યા કોઈ બોલવા દે છે ?


આ પડાવ માં મળશે સલાહ અનોખી...,
પણ ક્યા કોઈ સાથ દે છે ?

મળી છે તક સાથે ચાલવાની...,
પણ ક્યા કોઈ હાથ પકડે છે ?

આપવિતે વલખી રહ્યા છે સૌ કોઇ...,
પણ શું ક્યારેય કોઈના આંસુ લુછ્યા છે ?

આશા રાખે છે સહૂ કોઈ સુખી જીવન ની...,
પણ ક્યા કોઈ જીવવા દે છે ?🖋️
- VISHNU SANURA

Read More