Quotes by Sachin Chavda in Bitesapp read free

Sachin Chavda

Sachin Chavda

@sachinchavda1609


* કવિ દુલા ભાયા કાગ *

" મોટા કરીને મા , ખોળેથી ખસતાં કરિયા ;
કરને પાછા બાળ , ખોળલે ખેલવાને કાગડા . "

કંઠ , કહેણી અને કવિતાનો સુમેળ એટલે કવિ દુલા ભાયા કાગ . છ અક્ષરનું નામ પણ આ નામે જાણે સોરઠ ના લોકો ના હૈયે કામણ કર્યા હોય . આ કવિ એટલે સોરઠ નું એક અણમોલ રતન. જેનો જન્મ ૨૫ નવેમ્બર ઈ.સ.૧૯૦૨ માં રાજુલા તાલુકાના મજાદર ગામમાં થયો હતો. ભણતર તો માત્ર પાંચ ચોપડી નું જ હતું પણ તેને વેદ, ઉપનિષદ્, ભગવદ્દ,પુરાણ અને રામાયણ મહાભારત ને લોક વાણી માં વણી ને સામાન્ય લોકો સુધી પોહચતાં કર્યા હતાં. કવિ કાગ તો જાણે વગડા માં ખીલેલું ગુલાબ હતું.તેની ચારણી ભાષા માં પકડ ખુબજ મજબૂત હતી. તેઓ હજારો લોકોને પોતાના કહેણી,કંઠ અને કવિતાથી મંત્રમુગ્ધ કરી દેતા
આવા લોકકવિ નો આજે જન્મ દિવસ છે.તેની સૌ કોઈને શુભેચછાઓ.

- ચાવડા સચીન

Read More

હરિ આ સુકેરી ધરતીના પાલવ પર વાદળ થૈ વરસો ,
સાવ સુના વરસોના આ આંગણ પર ઝાંઝર થૈ રણકો ;
વેરાન બની બેઠેલા ગામે ક'દિ હરિ દિકરી થૈ આવો ,
વરસોના સુકા ઉંબર પર વ્હાલપની ગાગર થૈ છલકો .
chavda sachin

Read More

ડુંગરને, ઝરણાંને આ વડલા નોતરવા,
પંખીના સ્વર બની કલસાદ કરી જાશું .

સચિન ચાવડા

"જાણ કરી જાશું", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More