Quotes by RV Patel in Bitesapp read free

RV Patel

RV Patel

@rvpatel2112


ક્યારેક અનહદ પ્રેમ તો ક્યારેક મારી આ લાગણીઓ ,
થ‌ઇ‌‌ જવ છુ હું ગુસ્સે તારાથી ,પણ મને ક્યારેક સમજવાની તો કોશિશ કર , અને હા ગુસ્સો , નારાજગી, આ બધું તો આપણી જેની સાથે લાગણીઓ હોય એના પર જ કરતાં હોય એ છી. હસી ,મજાક - મસ્તી તો બધા સાથે કરી એ છી, પણ ગુસ્સો, નારાજગી તો આપણા સૌથી નજીક વ્યક્તિ માટે જ હોય છે.હા જ્યાં પ્રેમ છે ત્યાં થોડો ગુસ્સો નારાજગી પણ હોય છે.

Read More

કહે છે, લોકો મને કે,
તું કેમ આટલી બધી દોસ્તી નિભાવે છે.
અહીં તો લોકો બદલાઈ જાય છે,ક્ષણ ભરમાં,
જે નથી ચાલી શકતા તારી ‌સાથે બે પગલાં ,
એ શું નિભાવશે આ તારી ‌ નિઃસ્વાર્થ દોસ્તી,
અરે કોઈ સમજાવો‌ આ લોકો ને કે, મારી આ દોસ્તો ની મહેફીલમાં આવ્યા નથી , આવી દોસ્તી માટે તો મારી આ જીંદગી કુરબાન છે.
જ્યાં સ્વાર્થ છે, ત્યાં પ્રેમ નથી , ને જ્યાં પ્રેમ છે ત્યાં સ્વાર્થ નથી .
અને મારા આ પાગલ મિત્રો વચ્ચે તો પ્રેમ જ પ્રેમ છે.
અગર કોઈ માટે કશું કરવું જ છે તો આ સ્વાર્થી દુનિયામાં તમારા પ્રિય મિત્રોને , પરિવાર ને નિ:સ્વાર્થ પ્રેમ અને બને તો તેમને પૂરતો સમય આપો ‌‌.
આ બીઝી દુનિયામાં લોકો સોશ્યલ મીડિયામાં જ ડુબતા જાય છે, આજુબાજુ નજર કરી ને જોવાનો સમય જ નથી.
સોશ્યલ મીડિયાના લીધે લોકો નજીક તો છે, પણ દિલ થી દુર થવા લાગ્યા છે . કોઈ માટે સૌથી જરૂરી છે તો ,એ શું છે? એનો જવાબ છે. પ્રેમ, સમય અને સાથ.
આ ત્રણ મહત્વની વસ્તુ જો માનવ ના સમજ માં આવી જાય તો દુનિયાની કોઈ તાકાત નથી કે અેક બીજા ને અેક બીજાથી દૂર કરી શકે.

Read More